સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

યુવાધનની બરબાદી : મોરબી રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતા ત્રણ આરોપી ઝડપાયા

એસ.ઓ.જી.પોલીસે મોરબી-વાંકાનેર ને.હા લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક નં-૧૦૧માં દરોડા પાડયા

મોરબીમાં નસીલા પદાર્થોનું વેચાણ સામે આવ્યું છે એસ.ઓ.જી. પોલીસની સતર્કતાને પગલે રહેણાંક મકાનમાં ગાંજાના જથ્થા સાથે ૩ શખ્શો ઝડપાયા છે. સમગ્ર મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતિ પુર્ણ રીતે થાય તે અનુસંધાને તેમજ નાર્કોટીક્સના નશાયુક્ત ગેર કાયદેસર પ્રવૃતિઓને સદંતર નાબુદ કરવા એસ.ઓ.જી. પોલીસની ટીમ કાર્યરત રહે છે. ત્યારે પો.હેડ.કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પો.કોન્સ. આશીફભાઇ રહીમભાઇ રાઉમા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તેમને બાતમી મળી હતી કે લાલપર ખાતે આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં ૩ ઇસમો ગાંજાનું વેચાણ કરે છે.
જેને પગલે એસ.ઓ.જી.પોલીસે મોરબી-વાંકાનેર ને.હા લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક નં-૧૦૧માં દરોડા પાડયા હતા. જ્યાં આરોપી અમીત શ્રીશીશુ તીવારી, વિનોદરાય મનોજરાય યાદવ અને વિવેક વશિષ્ટ નારાયણ મીશ્રા પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મળી આવ્યા હતા.જેથી એસ.ઓ. જી. પોલીસે માદક પદાર્થ ગાંજોનો જથ્થો ૬ કિલો ૧૨૧ ગ્રામ કિ.રૂ. ૬૧,૨૧૦ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫,૫૦૦/- સાથે મળી કુલ કિંમત રૂપીયા રૂ.૭૬,૭૧૦નો મુદામાલ કબજે કર્યો હતો. અને તમામ આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી. એસ એકટ ૧૯૮પની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં એમ.પી.પંડ્યા,ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા એસ.ઓ.જી., મોરબી તથા એ.એસ.આઇ રણજીતભાઇ રામભાઇ બાવડા, તથા પોલીસ હેડ કોન્સ. રસીકકુમાર ભાણજીભાઇ કડીવાર તથા સબળસિંહ વાઘુભા સોલંકી તથા જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા શેખાભાઇ સગરામભાઇ મોરી તથા મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી આશીફભાઇ રહીમભાઇ રાઉમા તથા ભાવેશભાઇ માવાભાઇ મીયાત્રા તથા કમલેશભાઇ કરશનભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ લાલજીભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ વગેરે જોડાયેલ હતા

(12:27 am IST)