સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છની પ૪ બેઠક માટે સાંજથી પ્રચારના ભુંગળા શાંત

ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરીને એડીચોટીનું જોર લગાવશે : ગુરૂવારે મતદાન માટે તંત્ર દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત

રાજકોટ, તા. ર૯ :  ગુરૂવારે તા. ૧ ના રોજ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની પ૪ બેઠકો માટે મતદાન થશે. અને ભાજપ, કોંગ્રેસ, આમ આાદમી પાર્ટી સહિત અનેક પક્ષોના ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની યોજાનાર ચૂંટણી આડે હવે માત્ર ૪૮ કલાક બાકી છે ત્‍યારે આજે સાંજે પ વાગ્‍યે પ્રચારના ભૂંગળા શાંત થઇ જશે. જેના પગલે જાહેર સભા રેલી ટોળા સ્‍પે ડો ટુ ડોર પ્રચાર, સમુહ ભોજન સહિતના આયોજનો પર મંગળવારે સાંજે પ વાગ્‍યાથી બ્રેક લાગી જશે. જયારે કાલે બુધવારે રાતે કતલની રાત છે ત્‍યારે ઉમેદવારો નારાજ મતદારોના સમુહને મનાવવા ડોર ટુ ડોર પ્રચાર કરી એડીઓટીનું જોર લગાવી દેશે.

આગામી તા. ૧ લીએ સવારે ૮ વાગ્‍યાથી સાંજે પ વાગ્‍યા સુધી પ્રથમ તબક્કાનું મતદાન થનાર છે તયારે કેન્‍દ્રીય ચૂટણી પંચના માર્ગદશિૃકા મુજબ મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે મંગળવારે સાંજે પ વાગ્‍યા સુધીમાં તમામ ઉમેદવારોનો જાહેર પ્રચાર બંધ થઇ જશે. મંગળવારે સાંજે પ વાગ્‍યા બાદ ઉમેદવારો કોઇ જાહેર સભા કે રેલી યોજી શકશે નહીં. સિનેમાટોગ્રાફ કે ટેલીવિઝન, એલઇડી અથવા આવા અન્‍ય સાધનોની સહાયથી પણ પ્રચાર કરી શકાશે નહીં.

મંગળવારે સાંજ બાદ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે પરંતુ તેમાં પણ ઉમેદવારો તથા ચાર કાર્યકરોથી વધુ લોકો સાથે રહી શકશે નહીં. ગુરૂવારે મતદાન થનાર હોય બુધવારે રાતે કતલની રાત છે ત્‍યારે ઉમેદવારો દ્વારા મતદારોના મોટા નારાજ સમુહને મનાવવા છેલ્લી ઘડીનું તડજોડનું રાજકારણ ખેલાશે તેમ માનવામાં આવી રહ્યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્‍યાં મતદાન થવાનું છે તે ત્‍યાં તા. ૨૯ નવેમ્‍બર, સાંજે પાંચ વાગ્‍યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંર્ધં

ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી ૨૦૨૨ માં  પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાઓમાં તા. ૧ ડિસેમ્‍બર, ૨૦૨૨ ના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તારીખ ૨૯.૧૧.૨૦૨૨ ના સાંજના ૫.૦૦ વાગ્‍યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે.

લોક પ્રતિનિધિત્‍વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૨૬ મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે.

પ્રથમ તબક્કામાં તા.૨૯.૧૧.૨૦૨૨ ના સાંજના ૫.૦૦ વાગ્‍યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરાશે. જ્‍યારે બીજા તબક્કામાં તા. ૫.૧૨.૨૦૨૨ ના રોજ સાંજના ૫.૦૦ કલાકે મતદાન પૂરું થવાનું હોઈ બીજા તબક્કાની ચૂંટણી માટે તા. ૩.૧૨.૨૦૨૨ ના સાંજના ૫.૦૦ વાગ્‍યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરવાનો રહે છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : ચૂંટણીપંચ દ્વારા તા.૦૩/૧૧.૨૦૨૨ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી હતી. જેના અંતર્ગત અમરેલી જિલ્લાનો સમાવેશ પ્રથમ તબક્કામાં મતદાન ધરાવતા જિલ્લાઓમાં થયેલો છે. પ્રથમ તબક્કામાં મતદાન ધરાવતા જિલ્લાઓ માટે મતદાનની તા. ૦૧ ડિસેમ્‍બર, ૨૦૨૨ ચૂંટણીપંચ દ્વારા નિયત કરવામાં આવી છે. વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અન્‍વયે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ તમામ પાંચ વિધાનસભા મતવિસ્‍તાર ૯૪-ધારી, ૯૫-અમરેલી, ૯૬-લાઠી, ૯૭-સાવરકુંડલા અને ૯૮-રાજુલા વિધાનસભા બેઠક માટે કુલ ૧,૪૧૨ મતદાન મથકો ઉપર તા.૦૧ ડિસેમ્‍બર, ૨૦૨૨ના રોજ મતદાન યોજાશે. જિલ્લાના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેમજ ભારત દેશના જાગળત્ત નાગરિક તરીકે લોકશાહીના આ અવસરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રાષ્‍ટ્રના હિતમાં પોતાનું યોગદાન આપે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા જિલ્લાના મતદાતાઓને એક યાદીમાં અપીલ કરવામાં આવી છે.

(11:41 am IST)