સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

મહુવામાં તબીબના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ

ભાવનગર તા.૩૦: મહુવાના કોલેજ રોડ પર આવેલ કૃષ્‍ણ સોસાયટીમાં ગોપાલભાઈ બીપીનભાઈના મકાનમાં ભાડે રહેતા ડોક્‍ટર ત્રિવેદી તેમના પરિવાર સાથે અમદાવાદ ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાના તાળા તોડી અજાણ્‍યા તસ્‍કરોએ મકાનની અંદર સર સામાન વેર વિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ અંગે ડોક્‍ટર ત્રિવેદીના મકાનમાં કામ કરતા નીતાબેન નોંઘણભાઈ ચુડાસમાએ મહુવા પોલીસ મથકમાં અજાણ્‍યા તસ્‍કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(10:11 am IST)