સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

જસદણ કોંગ્રેસના ભોળાભાઈ બંધાળીમાં અને ભાજપના કુવરજીભાઈ વિછીયામાં મતદાન કરશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૩૦: જસદણ વિધાનસભા બેઠક માટે કુલ છ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે જે પૈકી પાંચ ઉમેદવારો જસદણ વિધાનસભા વિસ્‍તારમાં વિવિધ મતદાન મથકો ઉપર પોતાના મતદાનની ફરજ બજાવશે જ્‍યારે  આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ભીખાભાઈ ગાજીપરા રાજકોટ રહેતા હોય તેમજ રાજકોટની મતદારયાદીમાં તેનું નામ હોય તેઓ જસદણ વિસ્‍તારમાં મતદાન કરી શકશે નહીં.

જસદણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર  ભોળાભાઈ ભીખાભાઈ ગોહેલ મતદાન મથક નંબર ૧૭૮ બંધાળી ૧ નામના બંધાળી નવી પ્રાથમિક શાળાના બિલ્‍ડિંગમાં બનેલા મતદાન મથક ઉપર મતદાન કરશે. આ મતદાન મથકમાં ૪૪૫ પુરુષ, ૪૧૭સ્ત્રી મળીને કુલ ૮૬૨ મતદારો નોંધાયેલા છે. જ્‍યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા મતદાન મથક નંબર ૫૭ વિછીયા ૨ નામના કન્‍યા પ્રાથમિક શાળા વિછીયાના મતદાન મથક ઉપર મતદાન કરશે. આ મતદાન મથક ઉપર ૫૯૯ પુરુષ ૫૫૮સ્ત્રી મળીને કુલ ૧૧૫૭ મતદારો નોંધાયેલા છે જ્‍યારે અન્‍ય અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મશરૂભાઈ મકવાણા થોરીયાળી ગામે મતદાન મથક નંબર ૭૫ માં મતદાન કરશે. જ્‍યારે શામજીભાઈ ડાંગર જસદણ -૭ નામના મતદાન મથકમાં મતદાન કરશે. રમાબેન ગોરાસવા રૂપાવટી ગામે મતદાન કરશે. જસદણ વિધાનસભા બેઠકમાં કુલ ૨૬૧  મતદાન મથકો ઉપર મતદાન યોજાશે. જસદણ બેઠક માટે કુલ ૧,૩૪,૦૩૩ પુરુષ તેમજ ,૨૨,૩૧૨ષાી મળીને કુલ  ૨,૫૬,૩૪૫ મતદારો નોંધાયેલા છે. જસદણ બેઠક માટે અંદાજે ૬૬ ટકા જેટલું મતદાન થવાની શકયતા છે. જસદણ બેઠક માટે ૬૮ મતદાન મથકના બિલ્‍ડીંગ ઉપર અને કુલ મળીને ૧૩૧ મતદાન મથક ઉપર ચૂંટણી પંચ દ્વારા વેબકાસ્‍ટિંગ કરવામાં આવશે.

જસદણ વિધાનસભા બેઠક માટે કુલ ૨૬૧ મતદાન મથકો પૈકી ૧૬ મતદાન મથકોને  સી ૧ કેટેગરીમાં તેમજ ૩૧ મતદાન મથકોને સી ૨ કેટેગરીમાં દર્શાવવામાં આવ્‍યા છે.  જસદણ વિધાનસભા બેઠકમાં ૧૧૦૭ મતદારો ધરાવતું રૂપાવટી પ્રાથમિક શાળાનું રૂપાવટી ૧ નામનું મતદાન મથક૮૮૬ મતદારો ધરાવતું લીલાપુર કન્‍યા પ્રાથમિક શાળાનું લીલાપુર ૧ નામનું મતદાન મથક, ૬૯૯ મતદારો ધરાવતું જસદણની કન્‍યાશાળાનું જસદણ - ૫ નામનું મતદાન મથક, ૧૩૫૯ મતદારો ધરાવતું જસદણના વાજસુરપરા કુમાર પ્રાથમિક શાળા ખાતેનું જસદણ - ૭ નામનું મતદાન મથક, ૧૪૮૬ મતદારો ધરાવતું જસદણના વીંછિયા રોડ ઉપર બીઆરસી ભવન ખાતેનું જસદણ -  ૧૧ નામનું મતદાન મથક૧૪૭૩ મતદારો ધરાવતું જસદણની સરદાર પટેલ પ્રાથમિક શાળાનું જસદણ - ૨૫ નામનું મતદાન મથક, ૧૧૬૦ મતદારો ધરાવતું કંધેવાળીયા ગામની નવી પ્રાથમિક શાળા ખાતેનું કંધેવાળીયા - ૧ નામનું મતદાન મથક એમ કુલ સાત મતદાન મથકો જસદણ વિધાનસભા વિસ્‍તારમાં સખી બુથ એટલે કે મહિલા સંચાલિત છે. બુથ નંબર ૧૩૯ જસદણ ૧૦ નામનું બુથ દિવ્‍યાંગ બુથ બનાવવામાં આવ્‍યું છે  જ્‍યારે બુથ નંબર ૧૨૧ જસદણ -૨  નામનું બુથ મોડેલ ગુથ બનાવવામાં આવ્‍યું છે. જસદણ વિધાનસભા બેઠકમાં પણ બુથ નંબર ૧૦૨, જસદણ તાલુકાનાં ચિતલીયા ગામે નવી પ્રાથમિક શાળામાં અર્જુન બ્‍લોકમાં ઈકો ફ્રેન્‍ડલી મતદાન મથક ઉભુ કરવામાં આવ્‍યું છે. આ મતદાન મથકમાં પર્યાવરણની જાળવણી અંગેના સંદેશાઓ મૂકવામાં આવ્‍યા છે. આ મતદાન મથકમાં ૪૫૬ પુરુષ મતદારો૩૯૨સ્ત્રી મતદારો મળીને કુલ ૮૪૮ મતદારો નોંધાયેલા છે.

 જસદણ બેઠક માટે તટસ્‍થ, મુક્‍ત અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે જસદણ ચૂંટણી અધિકારી રાજેશ જી. આલ, નાયબ ચૂંટણી અધિકારી સંજયસિંહ જે અસવારના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદારો દિનેશભાઈ આચાર્ય, રાજાવડલાભાઈ, બી. એચ.  કાછડીયા સહિતની ટીમ દ્વારા કામગીરી ચાલુ છે.

(10:29 am IST)