સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

જૂનાગઢ જિલ્લાના ૧૩૪૭ મતદાન મથકો માટે ચૂંટણી સ્‍ટાફ રવાના

ડિસ્‍પેચીંગ સેન્‍ટરો પરથી ૧૧૮ એસટી બસમાં પ્રસ્‍થાન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦ : આવતીકાલે જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્‍યારે આજે સવારે ૧૩૪૭ મતદાન મથકો માટે ચૂંટણી સ્‍ટાફ રવાના થયો હતો.

જેને ડિસ્‍પેચીંગ સેન્‍ટરો પરથી ઇવીએમ, વીવીપેટ સહિત ચૂંટણી સામગ્રી સાથે કર્મચારીઓએ ૧૧૮ એસટી બસમાં બુથ પર પહોંચવા માટે પ્રસ્‍થાન કર્યું હતું.

જિલ્લામાં જૂનાગઢ, વિસાવદર, કેશોદ,માંગરોળ અને માણાવદર બેઠક માટે કુલ ૧૨,૭૨,૩૫૬ મતદારો છે. તેમના માટે કુલ ૧૩૪૭ મતદાન મથકો ઉભા કરવામાં આવ્‍યા છે. ચૂંટણી પ્રક્રિયા માટે ૩૨૭૨ કર્મચારીઓની ગોઠવણ કરવામાં આવી છે.

આ કર્મચારીઓ ડિસ્‍પેચીંગ સેન્‍ટર પરથી ઇવીએમ વગેરે સાથે સાંજ સુધીમાં તેમના મતદાન બુથ પર પહોંચી જશે અને ચૂંટણી ફરજ સંભાળી લેશે.

(11:20 am IST)