સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

સુરેન્‍દ્રનગર જિલ્લામાં તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતા કલેકટર

સુરેન્‍દ્રનગર તા. ૩૦ : વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાના મતદાનમાં સમાવિષ્ટ સુરેન્‍દ્રનગર જિલ્લામાં ચૂંટણીનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયે જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે.

 જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રી કેયુર સંપટે તમામ મતદારોને અપીલ કરતા જણાવ્‍યું હતું કે, ૬૦-દસાડા, ૬૧- લીંબડી, ૬૨- વઢવાણ, ૬૩- ચોટીલા અને ૬૪- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક માટે જિલ્લામાં ૧૫૪૩ મતદાન મથકો છે. જેમાં દરેક બુથ ઉપર પીવાના પાણીની વ્‍યવસ્‍થા, બેસવા, ઉભા રહેવાની વ્‍યવસ્‍થા, શૌચાલયની વ્‍યવસ્‍થા છે. સૌ પ્રથમ વાર મતદાન કરનારા નવા મતદારો, વડીલ મતદારો, દિવ્‍યાંગ મતદારો, માતા-બહેનો સહિત  જિલ્લાના તમામ મતદારોને અપીલ કરી હતી કે ગુરૂવારના રોજ સવારે ૦૮ થી ૦૫ વાગ્‍યા સુધીમાં અવશ્‍ય મતદાન કરી લોકશાહીના આ અવસરને સાર્થક કરો.

 

(12:02 pm IST)