સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

જામનગરમાં મતદાન સંબંધિત ફરિયાદ કે રજુઆત કરવા માટે ૨ દિવસ કંટ્રોલ રૂમ ચાલુ રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦  :  ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારશ્રીઓ તેમજ ઉમેદવારશ્રીઓને જણાવવાનું કે જામનગર જિલ્લાની ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારની સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન સંબંધિત ચુંટણી અધિકારીશ્રીને કોઇપણ પ્રકારની ફરિયાદ કે રજુઆત કરવા માટે આજરોજ તા.૩૦/૧૧/૨૦૨૨ અને આવતીકાલે તા.૦૧/૧૨/૨૦૨૨ એમ ૨ દિવસ સુધી કંટ્રોલ રૂમના સંપર્ક નંબર ૭૫૬૭૦૦૨૯૪૬ પર સંપર્ક સાધી શકાશે, તેમ ધાર્મિક ડોબરીયા, ચુંટણી અધિકારીશ્રી ૭૭-જામનગર ગ્રામ્ય (વિ.સ.મ.વિ.) અને પ્રાંત અધિકારીશ્રી જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

(1:09 pm IST)