સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

સાવરકુંડલા લીલીયા વિધાનસભા મત વિસ્‍તારના ઉમેદવાર પ્રતાપ દુધાતના સમર્થનમાં બાઇક રેલી

સાવરકુંડલા : લીલીયા મત વિસ્‍તારના કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપભાઇ દુધાતના સમર્થનમાં વિશાળ બાઇક રેલી નિકળી. સાવરકુંડલા લીલીયા મત વિસ્‍તાર કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપ દુધાતએ પ્રચારનો સમય પુરો થતો જાય તેમજ જબરો માહોલ ઉભી કરી રહ્યા છે. ગઇ કાલે સાવરકુંડલા શહેરના મામલતદાર વ્‍યાયમ મંદિર, કાપેલ ધાર શ્રીજીનાગર હાથસણી રોડ દેવળાના જાપે, મણીભાઇ ચોક, પટેલ વાડી , મેઇન બજાર ટાવર પાસેથી હરિબાગમાં સભાના રૂપમાં વિશાળ બાઇક રેલી ફેરવાઇ ગઇ હતી. કોંગ્રેસની બાઇક રેલી એક રેલી હતી પરંતુ ભાજપ માટે એક રેલો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. જે કોંગ્રેસની વિશાળ રેલીને શહેરીજનોએ ભારે સમર્થન આપ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:26 pm IST)