સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

રાજુલાના જુની બારપટોળીમાં ખેતીની જમીન મુદ્દે મારામારી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩૦: રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામે રહેતા દેવાયતભાઇ રાજાભાઇ જીતીયા (ઉવ.૫૦)ના બા-બાપુજીની જમીન સંયુકત નામે ખાતામાં ખેની ૨૫ વિઘા જમીન હોય, જે તેના ભાઇ ખેતી કરતા હોય જેમાં ભાગ માંગતા અને ભાગ આપવા માંગતા ન હોય જે મનદુઃખ રાખી નાથા જેઠાભાઇ, કાજલબેન ઉર્ફે, મનિષાબેન નાથાભાઇ, દિપક નરસિભાઇ, રતનબેન નરસિભાઇ જીતીયાએ ગાળો બોલી લાકડી વડે મારમારી હંસાબેનને મારમારી મું ઇજાઓ કરી જતા-જતા દિકરાને ધમકી આપ્‍યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્‍ફારે સામાપક્ષે મનિષાબેન નાથાભાઇ જીતીયા (ઉવ.૨૩)ને દેવા રાજાભાઇ, મુકેશ દીવાભાઇ, લીલાબેન દેવાભાઇ જીતીયાએ મનિષાબેન વિરૂધ્‍ધ ખોટી વાત ફેલાવી જેઠ સાથે આડા સંબંધ હોય તેમ સાસુ અને જેઠાણીને જણાવતા ઠપકો આપતા સારૂં નહીં લાગતા ઘરે જઇ મનિષાબેનને માથામાં લાકડી મારી પતિને ઢીકા પાટુ વડે મારમારી ધમકી આપ્‍યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

સાવરકુંડલામાં રહેતી લીલાબેન મહેશભાઇ સોલંકી (ઉવ.૩૫)ને પતિ મહેશ ઉર્ફે મુનો ઉમેશભાઇ, સસરા ઉમેશ વિરજીભાઇ, સાસુ કમળાબેન ઉમેશભાઇ સોલંકીએ ઘરકામ પ્રશ્‍ને ગાળો બોલી મારમાર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:27 pm IST)