સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

સાવરકુંડલામાં પરેશ રાવલની બાઇક રેલી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૩૦ : સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્‍તારમાં ચુંટણી પ્રચારના છેલ્લા કલાકોનો લાભ લેવો હોય તેમ ભાજપ દ્વારા ઉમેદવાર મહેશભાઇ કસવાળાના પ્રચારાર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાઇક રેલીની આગેવાની ફિલ્‍મી કલાકાર પરેશ રાવલે લીધી હોય રેલીમાં મોટી સંખ્‍યામાં યુવાનો જોડાયા હતા. વિરાટ કેસરીયા રેલી મહુવા રોડથી શરૂ થઇ શહેરની તમામ વિસ્‍તારોમાં ફરી હતી. વિશાળ રેલી નીહાળવવા લોકો રોડ ઉપર ઉમટી પડયા હતા. રેલીમાં પરેશ રાવલ સાથે ઉમેદવાર મહેશભાઇ કસવાળા-સાંસદ કાછડીયા, પુર્વ મંત્રી વી.વી.વઘાસિયા સાથે ભાજપના કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાયા હતા પરેશ રાવલ રેલી સાથે ફરવાના હોય બાઇક સાથે ફોર વ્‍હીલ વાડીઓ પણ મોટી સંખ્‍યામાં જોડાઇ હતી છેલ્લા દિવસે વિશાળ બાઇક રેલી દ્વારા છેલ્લી કલાકનો જાહેર પ્રચાર કરી ભા.જ.પી. રાજકીય ક્ષેત્રે કુનેહ દર્શાવી દીધી હતી.

(1:28 pm IST)