સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

તસ્‍કરોએ મોબાઇલ ચોરી શ્રમિકના ખાતામાંથી ર.પ૯ લાખ ઉપાડી લીધાઃ મોરબીનો બનાવ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૩૦: મોરબી તસ્‍કરે શ્રમિકની ઓરડીમાંથી મોબાઈલની ચોરી કર્યા બાદ તેના ફોનમાંથી લાખોની રકમને ફોન પે મારફત ઉસેટી લીધી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર શ્રમિકે મોરબી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ કરી છે. 

મૂળ રાજસ્‍થાનનો વતની અને હાલ શીવીસ માઇક્રોન્‍સ એલ.એલ.પી. કારખાનાના લેબર ક્‍વાર્ટરમાં રહેતા જોગારામ રામલાલ ચૌધરી નામના શ્રમિકે પોલીસ ફરિયાદમાં જણાવ્‍યુ હતું કે, ગઇ તા.૨૧ના રોજ રાત્રીના સમયે પીપળીયા ચાર રસ્‍તાથી આગળ, વીરપરડા ગામની સીમમાં આવેલ શીવીસ માઇક્રોન કારખાનામાં  તેઓ  તથા કરનારામ ચૌધરી પોતાનું કામ કરીને કારખાનાના લેબર ક્‍વાર્ટરમાં ઊંઘી ગયા હતા. સવારે ે ઉઠયા ત્‍યારે તેના તથા કરનારામ ચૌધરીના મોબાઇલ સહિત રર૦૦ રૂા.ની રોકડ સહિતના થેલાની ચોરી થઇ ગઇ હતી.

બાદમાં જોગલરામ જે મોબાઈલમાં ફોન પે (Phone pe ) એપ્‍લીકેશનનો ઉપયોગ કરતો હતા તેમાં તેમનું બેંક એકાઉન્‍ટ લીંક હતું એની તપાસ કરવા તેઓ બેન્‍કમાં ગયા ત્‍યારે ખબર પડી કે તેમના ખાતામાં તા.૨૨/૧૧/૨૦૨૨૨૦૨૨ના રોજ રૂ.૨,૫૯,૪૬૯/ ની બેલેન્‍સ હતી અને મોબાઈલની ચોરી થયા બાદ તેમના ખાતામાં બેલેન્‍સ શૂન્‍ય થઈ ગયું હતું. જેથી તેમને શંકા ગઈ હતી કે કોઇ અજાણ્‍યા ચોરે તેમના રૂમમાં પ્રવેશ કરી VIVO V2141 મોડલનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/ તથા VIVO Y 81 મોડલનો ફોન કિ.રૂ.૫૦૦૦/ તથા તેમની સાથે કામ કરના૨ જીયારામનો VIVO કંપનીનો Y83 1726 કિ.રૂ.૫૦૦૦/ તથા કરનારામનો મોબાઇલ TECNO કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/ મળી ચાર મોબાઇલની કુલ રૂ.૨૦,૫૦૦/તથા રોકડ રૂ.૨૨૦૦/ ની ચોરી કરી હતી અને તેમના મોબાઇલ ફોનમાં રહેલ ફોન પે (Phone pe) એપ્‍લીકેશન માંથી મારા બેંક એકાઉન્‍ટમાં રહેલ કુલ રૂ.૨,૫૯,૪૬૯/ UPI કોડ વડે ઉપાડી લીધા હતા.

આ ફરિયાદીના આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦ તથા ધી ઇન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી એક્‍ટ૨૦૦૦ના કાયદાની કલમ ૬૬, ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:32 pm IST)