સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

પોરબંદર જીલ્લામાં લોભ લાલચ કે ભય વિના મતદારોએ મતદાન કરવા કલેકટરની હાર્દિક અપીલ

પોરબંદર, તા., ૩૦: જીલ્લા કલેકટર અને જીલ્લા ચુંટણી અધિકારી અશોક શર્માએ કોઇ પણ લોભ લાલચ કે ભય વિના અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે.

પોરબંદર જીલ્લાના ૧૮ વર્ષથી વધુ વયના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરે તે માટે જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર  અશોક શર્માએ અપીલ કરી છે. કલેકટરશ્રીએ અપીલ કે આપ જાણો છો તેમ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી ર૦રર માટે ૮૩ -પોરબંદર અને ૮૪-કુતિયાણા વિધાનસભા મત વિસ્તાર માટે કાલે તારીખ ૧ ડિસેમ્બરના રોજ ૪૯૪ જેટલા મતદાન મથકો પર મતદાન યોજાનાર છે.

મતદાનનો સમય સવારના ૮ વાગ્યાથી સાંજના પ સુધીનો છે. મતદાન એ ન માત્ર દરેક મતદાનનો અધિકાર છે. પરંતુ નાગરીકની પવિત્ર ફરજ પણ છ. હું આશા રાખુ છુ કે આપ આ બંધારણીય અધિકારનો ઉપયોગ અવશ્ય કરશો. કોઇ પણ પ્રકારના લોભ લાલચ કે ભય વિના મુકત અને નૈતિક રીતે મતદાન કરી તેમજ મતદાનને ગુપ્ત રાખી લોકશાહીના આ મહાપર્વને સફળ કરીએ તેવી હાર્દિક અપીલ કલેકટર અશોક શર્માએ કરી છે.

(2:40 pm IST)