સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

વડગામ પંથકના મેમદપુર ગામે કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીના સમર્થનમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલની ઉપસ્‍થિતિમાં જાહેર સભા યોજાઇ

વિશ્વના દેશોમાં ગાય દૂધ આપે છે પરંતુ ભારતમાં ગાયો મત અપાવે છેઃ ભૂપેશ બઘેલ

બનાસકાંઠાઃ વડગામ પંથકના મેમદપુર ખાતે કોંગ્રેસની જંગી સભા કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીના સમર્થનમાં યોજાઇ હતી. સભામાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, શક્‍તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છૅ તે વચ્ચે હવે ભાજપ હોય કે કોંગ્રેસ પોતાના દિગ્ગજોને ચૂંટણીના પ્રચાર માટે મેદાને ઉતાર્યા છૅ. આજે વડગામના મેમદપૂર ખાતે વડગામના કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીના સમર્થનમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસની જંગી જાહેરસભા યોજાઈ.

ગુજરાતમાં વિધાનસભાંની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે પોતાના દિગ્ગજોને ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતરી દીધા છૅ. આજે વડગામના મેમદપુર ખાતે છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલની આગેવાનીમાં વડગામ કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીના સમર્થનમાં જંગી જાહેર સભાં યોજાઈ.

જાહેર સભાને સંબોધતા સીએમ ભૂપેશ બઘેલે ભાજપ પર આકરા પ્રહારો કરી પોતાની છત્તીસગઢ સરકારના કામો ગણાવ્યા હતા અને કટાક્ષ કરતા કહ્યું હતું કે, વિશ્વના દેશમાં ગાયો દૂધ આપે પરંતુ આ ભારતમાં ગાયો મત અપાવે છૅ.

તો બીજી તરફ સભામાં પહોંચેલા કોંગ્રેસના પીઢ આગેવાન શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપને રામનો મરે કે રહીમનો એનાથી કઈ નથી એને ફક્ત મતથી જ મતલબ છૅ. તો શક્તિસિંહ દાંતાના ભાજપના ઉમેદવારના વાયરલ વિડિઓ માટે ઇલેક્શન કમિશન કડક કાર્યવાહી કરે તેવું કહ્યું હતું.

(5:34 pm IST)