સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd April 2021

સુરેન્દ્રનગરમાં દારૂની મહેફિલ માણતા ૨૦ રંગે હાથ ઝડપાયા

સાંઇબાબા મંદિર પાસે મકાનમાં ડીવાયએસપી સ્કવોડની ટીમ દરોડો પાડી ૨૫ લીટર દેશી દારૂ જપ્ત કર્યો

વઢવાણ,તા. ૨: સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્ત્િ।ઓ દિન-પ્રતિદિન વધી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી સુરેન્દ્રનગર ડીવાયએસપી એચ.પી.દોશીના સ્કોર્વડની ટીમે શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જેમાં બાતમીના આધારે શહેરની મધ્યમાં આવેલ માઈ મંદિર પાસે, મારવાડી લાઈન સામેના વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાંથી ૨૦ શખ્સોને દેશી દારૂની મહેફીલ માણતા ઝડપી પાડી એ ડિવીઝન પોલીસ મથકે તમામ વિરૂધ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

શહેરના માઈ મંદિર વિસ્તારમાં આવેલ મારવાડી લાઈન સામે કાળુભાઈ ચકીવાળી ગલીમાં મનીષ ઉર્ફે મુન્નો કિશોરભાઈ ખાંભડીયાની માલીકીના મકાનમાંથી દારૂની મહેફીલ માણી દારૂ પીધેલી હાલતમાં તેમજ બે પ્લાસ્ટીકના કેનમાં ૨૫ લીટર દેશી દારૂ કિંમત રૂ.૫૦૦ સાથે મહેફીલ માણતા ૨૦ શખ્સો (૧) વિપુલ દિલીપભાઈ સાપરા (૨) સુરેશભાઈ ભોપાભાઈ ગોવિંદીયા (૩) સનીભાઈ ધનજીભાઈ કોડીયા (૪) આશિષભાઈ રમેશભાઈ ખાંભડીયા (૫) દીપકભાઈ ઉર્ફે ચકો વશરામભાઈ સલુરાઈ (૬) મોસીનભાઈ મોતીભાઈ ચૌહાણ (૭) ભરતભાઈ જયંતીભાઈ લુકમ (૮) હિતેષભાઈ સોમાભાઈ દેથાળીયા (૯) ચમનભાઈ રામજીભાઈ પરમાર (૧૦) ગીરીશભાઈ અરવિંદભાઈ મકવાણા (૧૧) વિનોદભાઈ નાનજીભાઈ સાવળીયા (૧૨) મુકેશભાઈ મગનભાઈ પાટડીયા (૧૩) ગણપતભાઈ નાનુભાઈ કાંજીયા (૧૪) વાધજીભાઈ જીવણભાઈ અધારા (૧૫) આશીફભાઈ નૈસુદભાઈ મુલતાની (૧૬) ધર્મેશભાઈ રજનીકાંતભાઈ ફીચડીયા (૧૭) અલ્પેશભાઈ નટુભાઈ મોટપીયા (૧૮) શૈલેષભાઈ રસીકભાઈ મેમકીયા (૧૯) પ્રકાશભાઈ બચુભાઈ વાદ્યેલા (૨૦) તાપસ દેબનાથ કાયલ અને (૨૧) મનીષ ઉર્ફે મુન્નો કીશોરભાઈ ખાંભડીયા તમામ રહે. સુરેન્દ્રનગર શહેરવાળાઓને ઝડપી કાર્યવાહી હાથધરી હતી.

(11:34 am IST)