News of Friday, 2nd April 2021
આમરણમાં દબાણ હટાવ કામગીરી
(મહેશ પંડયા દ્વારા) આમરણ, તા.,રઃ આમરણ ખાતે હાઇવે પર સરકારી ખરાબામાં બીન કાયદેસર થયેલ દુકાનોની બાંધકામના ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરાઇ છે.
મામલતદાર ડી.જે.જાડેજા અને પીએસઆઇ આર.એ.જાડેજાની હાજરીમાં ૧૦ દુકાનોની તોડફોડ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાના ધંધાર્થીઓની આજીવીકા છીનવાઇ છે. આજે પાકી દુકાનો, ગેરેજ, ચાની હોટલો, પાનની કેબીનો દુર કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ૫૬૦ ચો.મી. દબાણ દુર કરવામાં આવશે.
(12:52 pm IST)