સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd May 2022

મોરબીના મિયાત્રા પરિવારમાં લગ્નના ઢોલ ઢબુકશે : સમાજને સંદેશા પણ પુરા પાડશે

(પ્રવિણ વ્‍યાસ) મોરબી : મોરબીના વટવળક્ષ જેવા સંપીલા સયુંકત પરિવારના મોભી એવા શ્રી રમુભાઈ ભાભાભાઈ મિયાત્રાના પુત્ર અને જેઠાભાઈ ( પ્રભારી શ્રી કચ્‍છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો.) ના લઘુબંધુ પરિવારના અ.સૌ. ઇલાબેન અને  શ્રી જશવંતભાઈના સુપુત્ર  ચિ.કશ્‍યપના શુભલગ્ન  મૂળગામ મેઘપર હાલ રાજકોટ નિવાસી અ.સૌ. કમુબેન તથા શ્રી રમેશભાઇ સવાભાઈ ડાંગરની સુપુત્રી ચિ. ભારતી સાથે તા.૪ ને બુધવારે નિર્ધારિત થયા છે.

પરિવારમાં ખુશીઓ છવાઈ છે. અને લગ્નમાં આવતાં વિવિધ માંગલિક પ્રસંગોની તૈયારીઓ હોંશભેર ચાલી રહી છે. જેઠાભાઈના માર્ગદર્શન હેઠળ લઘુબંધુ ધર્મેન્‍દ્રભાઈ તેમજ,યુવાનો પ્રસંગની જોરદાર તૈયારીઓને આખરીઓપ આપી રહ્યા છે. તો મહીલા વર્ગ માંગલિક તૈયારીઓમાં ઓતપ્રોત છે. ત્‍યારે,

આ પરિવાર સમાજને એક ઉત્તમ સંયુક્‍ત પરિવારનો સંદેશો સમાજને પુરો પાડેછે. કારણકે આ પરિવારમાં દાદા રમુભાઈની છત્રછાયામાં પરિવારના ૧૬ સભ્‍યો આજની તારીખે એકજ રસોડે જમેછે. અને ખિલખિલાટ કરવા સાથે આજે દિન પ્રતિદિન વિભાજીત થતા કુટુંબોને સયુંકત કુટુંબનું ઉદાહરણ પુરૂ પાડે છે.

યોજાનાર લગ્નની કંકોત્રી પણ પ્રદૂષણ રોકવાની અનેરી મિસાઈલ બની છે.

જે ટોટલ પ્રદૂષણમુક્‍ત બિનજરૂરી ન બની જાય અને લોંકો તેનો ઉપયોગ કરી શકે તેવી બનાવી છે.

અને ગૌપ્રેમી દાદા રમુભાઇની ખુશી પણ મનમાં સમાતી નથી.

વોકલ ફોર લોકલ, કારીગરોને પ્રોત્‍સાહન મળે

અને પ્રદુષણ મુક્‍ત, ઉપયોગી કંકોત્રી

મોરબીના આહીર પરિવારે પુત્રના લગ્નપ્રસંગે જરા હટકે લગ્નની કંકોત્રી તૈયાર કરાવી છે. જી હા*એ પણ કાગળની નહિ, પણ કાપડની અને એમાં પણ ભરતગૂંથણ.. મનમોહક કંકોતરી તૈયાર કરાવી છે. હેન્‍ડીક્રાફ્‌ટ ઉદ્યોગને પ્રેરક બળ મળે તેવા ઉમદા ઉદ્દેશ્‍ય સાથે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લોકલ ફોર વોકલ અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવા આ પરિવારે ૫૦૦ જેટલી હેન્‍ડલુમ કંકોતરી બનાવી છે. વળક્ષ છેદન ઘટે અને પ્રદુષણ પણ ન ફેલાય તે માટે કંકોતરીમાં કાગળનો વપરાશ ટાળી પ્રદુષણનું જતન કરવા અને ભરતગૂંથણની કલાને પ્રોત્‍સાહિત કરવા માટે કંકોતરીનો આ નવતર પ્રયોગ કર્યો છે. કારીગરોને કમાણી કરાવતી આ કંકોતરીનો ખર્ચ અન્‍ય હાઇફાઈ કંકોતરી કરતા ઘણો ઓછો કહી શકાય કારણ કે, આ કંકોતરી માત્ર રૂ. ૩૦૦ થી ૪૦૦ માં તૈયાર થઈ છે. ભરત ગૂંથણ વાળી કંકોતરી સાથે એક કાપડની થેલી પણ બનાવવામાં આવી છે. આ થેલીમાં કંકોતરીમાં આવતી તમામ વિગત દર્શાવવામાં આવી છે. બીજું મહત્‍વનું એ છે કે ગમે એટલી કાગળની કે અન્‍ય હાઇફાઈ કંકોત્રી બનાવવામાં આવે પણ છેવટે તો તેને ફેંકી દેવામાં જ આવે છે.

આ કંકોત્રીમાં સાતપેઢીના નામનો ઉલ્લેખ કરી પરીવાર વડીલોને પણ ભુલ્‍યો નથીતે પણ પરિવાર પ્રેમની એક અદભૂત મિશાલ છે.

(1:44 pm IST)