સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd May 2022

કાલે દ્વારકાધીશ ભગવાનનાં સાનિધ્‍યમાં અક્ષય તૃતીયા ઉત્‍સવ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., રઃ જય દ્વારકાધીશ સાથે દર્શનાર્થીઓને જણાવવાનું કે આગામી તા.૩-પ-૨૦૨૨ને મંગળવાર વૈશાખ સુદ ૩ (ત્રીજ)ના દિવસે અક્ષય તૃતીયા હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના ઉત્‍સવ દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે. જેની સર્વે દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લેવા વિનંતી. તેમજ સંસ્‍થાની વેબસાઇટ  www.dwarkadhish.org  તથા સંસ્‍થાના અન્‍ય અધિકૃત સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી ઓનલાઇન દર્શન નિહાળી શકાશે.  સવારનો ક્રમ મંગલા દર્શન નિત્‍યક્રમ મુજબ. સવારે ૮ થી ૮.૩૦ અભિષેક સ્‍નાન (દર્શન બંધ), સવારે ૮.૩૦ થી ૯.૩૦ શ્રંૃગાર દર્શન, સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ કલાક સુધી દર્શન બંધ.  ઉત્‍સવ આરતી બપોરે ૧૧.૩૦ કલાકે, ઉત્‍સવ દર્શન બપોરે ૧૧.૩૦ થી ૧.૩૦ વાગ્‍યા સુધી. અનોસર (મંદિર બંધ) બપોરે ૧.૩૦ થી પ કલાકે રહેશે.  સાંજનો ક્રમ નિત્‍યક્રમમુજબ રહેશે તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને પ્રાંત અધિકારી દ્વારકાએ જણાવ્‍યું છે.

(2:10 pm IST)