મોરબી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નાલા-વોકળાની સફાઈ
મોરબી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અન્વયે વરસાદી સીઝન પહેલા મોરબી શહેરના અને શહેર બહારના ઓજી વિસ્તારના ૨૨ થી ૨૩ વોકળા અને નાલાની સફાઈ કાર્ય શરુ કરેલ છે
નગર પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન સુરેશભાઈ દેસાઈ તેમજ ચીફ ઓફિસર ગીરીશ સરૈયાના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વોકળાની સફાઈ કાર્ય શરુ કરાયું છે જેમાં સમય ગેઇટ શનાળા રોડથી ધુતારી નાળું, અંબિકા રોડ કુબેરનગર નવલખી રોડ નાળું, સામાકાંઠે પરશુરામ પોટરી પોસ્ટ ઓફીસ વાળું નાળું, સર્કીટ હાઉસ નજીક વોકળો, લોહાણાપરાથી શાક માર્કેટ બુઢાવાળી લાઈન વાળો વોકળો, રવાપર રોડ પરનું નાળું અને ધુતારી નાળું પંચાસર રોડ સહિતના નાલા અને વોકળાની સફાઈ પૂર્ણ ગતિથી ચાલુ થયેલ છે અને બાકીના નાલા-વોકળા પણ સફાઈ કરવાનું કામ શરુ કરાશે તેમ પાલિકા પ્રમુખની યાદી જણાવે છે