હળવદના ભવાનીનગરમાં તસ્કરોએ હેટ્રિક મારી ત્રણ ઘરમાં હાથ સાફ કર્યા
હળવદ,તા.૨: શહેરમાં આવેલ વોર્ડ નંબર સાતના ભવાની નગર વિસ્તારમાં એકી સાથે ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા જેમાં બે મકાનમાં પાછળ ની તોડી ચોરીને અંજામ આપ્યો હતો જયારે અન્ય એક મકાનમાં દરવાજાનું તાળું તોડી ચોરી કર્યાનું સામે આવી છે. જેમાં તસ્કરોએ સંતરામભાઈના મકાનની પાછળની બારી તોડી અંદર પ્રવેશ કરી એકાદ કિલો જેટલી ચાંદી,બે તોલાથી વધુ સોનાના દાગીના અને ૩૦,૦૦૦ જેટલી રોકડ ની ચોરી થયાનું મકાનમાલિક જણાવી રહ્યા છે , જયારે સેમાબેનના બંધ મકાનમાં ચાંદીના શાકળા અને બે હજાર રૂપિયાની રોકડ ચોરાઈ છે તેમજ ભુરીબેનના બંધ મકાનમાં મકાનની પાછળની બારી તોડી અંદર પ્રવેશ કરી ચાંદીના શાકળા ચોરી ગયા હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું.
ચોરીનો ભોગ બનેલા ત્રણેય મકાન માલિકો દ્વારા બનાવની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે . ઉલ્લેખનીય છે કે હળવદમાં પાછલા એક મહિના માં ચોરો અનલોક થયા હોવા થી લોકો માં ફફડાટ વ્યાપી ગયો છે. તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ ઉપરા છાપરી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે જેથી પોલીસ તંત્ર રાત્રી પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.