સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

રાજપૂત કરણી સેના મોરબી દ્વારા સેવાધારીનું સન્માન કરાયું

મોરબી :  રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ મોરબી શહેર ટીમ દ્વારા કોરોનાના કપરા સમયમાં લોકોની વચ્ચે રહીને સેવાની અવિરત જ્યોત જલાવી તન મન ધનથી સેવા કરનાર મોરબી જિલ્લા પંચાયતના સભ્ય અને મોરબી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજય ભાઈ લોરિયાનું સન્માન મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા મહા મંત્રી શક્તિસિંહ જાડેજા, મોરબી જિલ્લા ઉપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા પીલુડી, મોરબી શહેર મહા મંત્રી સુખદેવસિંહ જાડેજા, હર્ષજીત સિંહ જાડેજા, તેમજ સહ મંત્રી ઓમદેવ સિંહ જાડેજા દ્વારા  કરવામાં આવ્યું હતું

(6:39 pm IST)