સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

ઉપલેટાથી પસાર થતી મોજ ડેમની D 2 કેનાલનો કઢિયો રીપેર કરવાની માંગ ઉગ્ર બની

કેનાલનો કાઢિયો રીપેર ન થતા ખેતરમાં વરસાદી પાણી ભરાય જવાને કારણે પાકનું ધોવાણ :કેનાલ વિસ્તારના ખેડૂતોએ ખેતરમાં સૂત્રોચ્ચાર કર્યા

ઉપલેટાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે, ઉપલેટાથી પસાર થતી મોજ ડેમની D 2 કેનાલનો કઢિયો રીપેર કરવાની માંગ ઉગ્ર બની છે. કેનાલનો કાઢિયો રીપેર ન થતા ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાય જવાને કારણે પાકનું ધોવાણ થઈ રહ્યુ છે. જેથી ઉપલેટાનાં મોજ ઇરીગેશનની D2 કેનાલ વિસ્તારના ખેડૂતોએ ખેતરમાં સૂત્રોચ્ચાર કર્યા છે. ટૂંક સમયમાં કેનાલનો કઢીયો રીપેર નહિ કરવામાં આવે તો ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે

(11:29 pm IST)