જસદણમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
આટકોટ : રાજકોટ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખાના ઉદ્દઘાટન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.સાથે ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ના નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ અને ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ના બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આ તકે રેડક્રોસ સોસાયટી રાજકોટ ના ચેરમેન દીપકભાઈ નારોલા, ડો.દીપકભાઈ રામાણી, ડો.કટેસિયા, ડો.વિરાજ ગોરવાડીયા, મનુભાઈ શિલું, ડોકટરહાઉસની ટીમ, આદર્શ ગ્રૂપના સદસ્યો,સમર્થ લેબ ના વિપુલભાઈ, કલ્પેશભાઈ તથા સંતો વિક્રમગીરી બાપુ, મહેન્દ્રગિરી બાપુએ આશીર્વચન આપ્યા આમ બહોળી સંખ્યામાં મહાનુભાવોની ખાસ હાજરી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા આસ્થા સ્કૂલ ટીમ તથા રેડક્રોસ સોસાયટીના ચેરમેન દિલીપભાઈ શિલું, યતીન્દ્ર શિલું ખાસ જહેમત ઉઠાવી હતી. (તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)