ટંકારા પંચાયતને જેટીંગ મશીન અર્પણ
ટંકારાઃ મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧૫માં નાણાં પંચ માંથી જિલ્લા પંચાયતનાં સદસ્ય ભુપતભાઈ ગોધાણીની ગ્રાન્ટ માંથી ભુગર્ભ ગટર સફાઈ કરવા માટે જેટિંગ મશીન રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી હસ્તે ટંકારા ગ્રામ પંચાયત ને લીલી ઝંડી આપી સુપ્રત કરેલ. ટંકારા ગ્રામ પંચાયતની વર્ષોની મંગણી સંતોષાતા હર્ષની લાગણી ફેલાઈ હતી. ટંકારાના સરપંચ ગોરધન, ઉપસરપંચ નિર્મળાબહેન, તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ ભાવિંનભાઈ, સદસ્ય મીના બહેન, તલાટી કમ મંત્રી, પંચાયત સ્ટાફ, સામાજીક કાર્યકર અરજણ ભાઈ, હેમંતભાઇ ચાવડા, ચેતનભાઈ ત્રિવેદી,વેપારી અગ્રણી વગેરેએ ભુપતભાઇ ગોધાણીનું ફુલહાર થી સ્વાગત કર્યું હતું. આ જેટીંગ મશીનથી ટંકારા ગ્રામ પંચાયત અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોની સમસ્યા હલ થશે એવી આશા સેવાઈ રહી છે. આ જેટિંગ મશીનથી મીની ફાયર બ્રિગેડ, દવાનો છંટકાવ અને બ્લોક થયેલ ભુગર્ભની ગટરોની સમસ્યા દૂર થશે.