સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

કચ્છમાં કોરોનાનો કહેર વધતા આઠ સામુહિક આરોગ્ય કેન્દ્રોને કોવિડ કેર સેન્ટર બનાવાયા

ગાંધીધામ, અંજાર, માંડવી, ઢોરી, દુધઈ, ગઢસીસા, ભચાઉ,પલાસવાના આરોગ્ય કેંન્દ્રોને કોવિડ કેર સેન્ટર તરીકે રૂપાંતરિત કરાયા

 

કોરોના મામલે ગમે તે કહેવામાં આવે પરંતુ કોરોનાનું સંકટ હજુ પણ ગુજરાત માંથે યથાસ્થિતિ જોવામાં આવી રહ્યું છે. અને આવા કારણે કચ્છમાં 8 સામુહિક આરોગ્ય કેન્દ્રોને કોવિડ કેર સેન્ટર બનાવાયા છે. જી હા, કોરોના સામેની લડતને કચ્છમાં તેજ બનાવવા અને કોરોનાને માત આપવા માટે સરકાર દ્વારા ગાંધીધામ, અંજાર, માંડવી, ઢોરી, દુધઈ, ગઢસીસા, ભચાઉ,પલાસવાના આરોગ્ય કેંન્દ્રોને કોવિડ કેર સેન્ટર તરીકે સમાવવામાં આવ્યો છે.

કચ્છમાં 8 સામુહિક આરોગ્ય કેન્દ્રોને કોવિડ કેર સેન્ટર બનાવી અહીં 20-20 બેડ વાળી હોસ્પિટલ બનાવાઈ છે. ઓક્સિજન સહિતની સુવિધા કોવિડ કેર સેન્ટરમાં ઉભી કરાઈ છે. કચ્છમાં કોરોનાનો કહેર વઘતો રોકવા માટે સરકાર દ્વારા કોરના સામેની લડાઇમાં મહત્વનું પગલુ ભરવામાં આવ્યું છે.

 

(9:26 pm IST)