સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

નવાગામ ( લાલપુર )માંથી બે કારતુસ અને રિવોલ્વર સાથે વિરમ મોઢવાડિયાને ઝડપી લેતી જામનગર એલસીબી

જામનગર : નવાગામ ( લાલપુર )માંથી એક રિવોલ્વર અને બે જીવતા કારતુસ સાથે વિરમ મોઢવાડીયા નામના શખ્શને જામનગર એલસીબીએ ઝડપી લીધો છે

 જામનગર જીલ્લાના પોલીસવડા શ્વેતા શ્રીમાળીની સૂચના અને એલસીબીના પો.ઇન્સ.ની એમ,જે,જલુના માર્ગદર્શન મુજબ ઍલ.સી.બી. સ્ટાફના પીપો,સ,ઇન્સ,કે,કે,ગોહિલ તથા પો,સ,ઇન્સ, આર,બી,ગોજીયા સહિતના  લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્થિક ગુના શોધવા પેટ્રોલિંગમાં હતા ,

દરમિયાન એલસીબીન ખીમભાઇ ભોચીયા અને અશોકભાઈ સોલંકી અને ફિરોજભાઈ દળને મળેલ બાતમીના આધારે લાલપુર તાલુકાના નવાગામની સીમમાં પન્ના  નદીના કાઠે વાડી ધરાવતા વિરમ મેરામણભાઇ મોઢવાડીયાના કબ્જામાંથી એક રિવોલ્વર અને બે જીવતા કારતુસ મળીએ આવતા આરોપી વિરુદ્ધ મેઘપર પોલીસમાં ગુન્હો નોંધાવ્યો હતો

 આ કાર્યવાહીમાં પો,ઇન્સ,એમ,જે,જલુની સૂચનાથી પો,.સ,ઇન્સ, કે,કે,ગોહિલ અને પો,સ,ઇન્સ, આર,બી,ગોજીયા એલસીબી સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા,અશ્વીનસિંહ ગંધા, હરપાલસિંહ સોઢા,ભરતભાઈ પટેલ,નાનજીભાઈ પટેલ,શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, ફિરોજભાઈ દલ ,ખીભભાઈ ભોચીયા,લાભુયાભાઈ ગઢવી સહિતના જોડાયા હતા 

(11:20 pm IST)