સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

પોરબંદરની હરિરાયજી હવેલીના વહુજી મહારાજને કોરાનાની અસર નથીઃ ડાયાબીટીશ વધી જતા રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરેલ અને સાજા થઇ જતા રજા અપાઇ છે

હવેલીના ર સેવકોના મૃત્યુ કોરાનાથી નહીં પરંતુ અન્ય બીમારીથી થયેલઃ હવેલીના અન્ય પ સેવકોમાંથી એક સેવકને કોરાના છેઃ પૂ. હરિરાયજી મહારાજે હવેલીના પ્રવકતા ભરતભાઇ અને જોષીભાઇ દ્વારા ખૂલાસો જાહેર કર્યો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર : પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ધર્માચાર્ય ગૌશ્રી ૧૦૮ પુ. હરિરાયજી મહારાજશ્રી દ્વારા હવેલીના પ્રવકતા ભરતભાઇ અને જોષીભાઇ દ્વારા ખુલાસો કરવામાં આવેલ છે કે પૂ. હરિરાયજીના વહુજી મહારાજને કોરાનાની અસર નથી અને વહુજી મહારાજનું ડાયાબીટીશ વધી જતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ અને સારવાર બાદ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે.

પૂ. હરિરાયજી મહારાજશ્રીએ જણાવેલ કે હવેલીના ર સેવકોના મૃત્યુ કોરાનાથી નહી પરંતુ અન્ય બીમારીથી મૃત્યુ થયેલ છે ર સેવકો ૧પ દિવસથી રજા ઉપર હતા હવેલીના અન્ય પાંચ સેવકોમાં એક સેવકને કોરાના છે. આ સેવકને પણ બે-ત્રણ દિવસમાં રજા અપાઇ તેવી સંભાવના છે.

પૂ. હરિરાયજી મહારાજશ્રીએ કહેલ કે હાલ એમ.જી.રોડ ઉપર ગોવિન્દ નિકેતન હવેલી બંધ કરવામાં આવેલ અને ઠાકોરજીને બારોબાર કુતિયાણાના વાડોત્રા ગામે હવેલીમાં તમામ સ્વરૂપ સાથે પધરાવેલ છે. તે પણ એક અઠવાડીયાની અંદર પૂનઃ ગોવિન્દ નિકેતન હવેલીમાં પધરાવામાં આવશે. ભાટીયા બજારમાં મુળ સ્થળ ગોપીનાથજીની હવેલી ખંઢેર બની ગયેલ હોય અને હાલ મરામત કરાવવાનું મુશ્કેલ હોય તેથી ઠાકોરજીના વિવિધ સ્વરૂપ એમ.જી.રોડ ઉપર ગોવિન્દ નિકેતન (પુ. હરીરાયજી મહારાજની હવેલી)માં પધરાવવામાં આવેલ હતા.

(12:03 pm IST)