સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

ભાવનગર જીલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી વૈભવ જોશી પાસે ૫ લાખની ખંડણી માંગીને અપહરણની ધમકી

(મેઘના વિપુલ હિરાણી)ભાવનગર ,તા.૨:ભાવનગરજિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી અને તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલના સંચાલક વૈભવ જોશીએઙ્ગ સ્કુલના લેટર હેડપર તળાજા પોલીસને ફરિયાદ કરી છે.

ફરિયાદમાં તેઓએ અહીંના રામનગર ખાતે રહેતા નવનીતરાય દલપતરામ લશ્કરી પર આક્ષેપ લગાવ્યો છે.જેમાં બપોરે ૧૧.૫૦ થી ૧૨.૧૦ ના સમય ગાળામાં શાળા એ આવી ધાકધમકી આપી પાંચ લાખની માગણી કરેલ છે.ખંડણી માગેલ છે.મારમારી પોલીસ ફરિયાદ કરીશતો મારી નાખીશ. અપહરણ કરી ખૂન કરાવી નાખીશ. શાળાને તાળું મારી દઈશ.ઙ્ગ

તેઓએ લેખિત આપેલ ફરિયાદમાં છેલ્લા છ માસથી ધાકધમકી અને માનસિક ત્રાસ  આપતા હોવા ઉપરાંત ટ્રસ્ટના નોટરી સાથેના બોગસ કરાર કરી અગાઉ ૨.૫૦ લાખ રૂપિયા પડાવેલ. નવીનતરાય લશ્કરી થી જીવનું જોખમ હોય પોલીસ પ્રોટેકશન અને એફ.આઈ.આર દાખલ કરવા પોલીસ અધિકારી સમક્ષ માગ કરી છે.

નવનીતરાય લશ્કરી એ વૈભવ જોશીના આરોપ ફગાવ્યા હતા.તેઓએ જણાવ્યું હતુંકે મેં કોઈ કાયદો હાથમાં લીધો નથી.વૈભવ જોશીને જ્ઞાનપથ સ્કુલના સંચાલક તરીકે નીમ્યા હતા.તેણે આરાધ્યા વિદ્યાસંકુલ કેમ્પસ નામ રાખેલ. ટ્રસ્ટી ને પૂછી વહીવટ કરવાની કામગીરી કરવાની હતી.તેઓને છુટા કરવા માટે સાત દિવસની નોટિસ આપેલી.સાથે હિસાબ અને વહીવટી પ્રક્રિયાનો ખુલાસો માગેલ છે.

તળાજા ઇન્ચાર્જ પો.ઇઙ્ગ જે કે મૂળિયા એ જણાવ્યું હતુંકે વૈભવભાઈ જોશીની અરજી સ્વરૂપે ફરિયાદ મળી છે.બને પક્ષને બોલાવીશું.નિવેદન લેશું.ઝીણવટ ભરી તપાસ કરીશું. ગુન્હો બનતો હશે તો કાયદેસરની કાર્યવાહી કરીશું.

(11:16 am IST)