સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

કચ્છમાં કોરોનાનો ફફડાટ જારી : વધુ એક મોત અને નવા ૨૦ કેસ વચ્ચે તંત્રના હાથ ઊંચા : પોઝિટિવ દર્દીઓને ત્રણ ત્રણ દિ' જાણ નથી કરાતી

કચ્છમાં શાળાએ જવા, રાજકીય, ધાર્મિક, સામાજિક કાર્યક્રમો હાજરી સબંધે ગાઈડલાઈન અનુસાર છૂટછાટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨: કચ્છમાં કોરોનાના ફફડાટ વચ્ચે દર્દીઓના નામો જાહેર ન કરી તંત્ર દ્વારા પોઝિટિવ કેસ અંગે લોકોને બેખબર રખાતા હોવાની ચિંતા વચ્ચે હવે તંત્ર દર્દીઓને પણ પોઝિટિવ હોવાની માહિતી બાબતે પણ હાથ ઊંચા કરી રહ્યું હોવાનો ચોંકાવનારો આક્ષેપ થઈ રહ્યો છે.

રેપીડ ટેસ્ટમાં આવતા પોણો કલાકના રીપોર્ટ પછી પણ અનેક દર્દીઓને તેઓ પોઝિટિવ છે, એવી જાણ ત્રણ ત્રણ દિ' સુધી કરાતી નથી. પરિણામે, પોઝિટિવ હોવાની હકીકતથી બેખબર દર્દી બહાર ફર્યા કરે છે.

એવી જ હાલત મોતના આંકડાની થઈ રહી છે. કચ્છમાં ગઈકાલે વધુ ૨૦ પોઝિટિવ દર્દીઓ અને એક મોત થયું છે. દર્દીઓનો કુલ આંકડો વધીને ૧૩૩૧, એકિટવ કેસ ૨૫૨, જયારે સાજા થયેલાની સંખ્યા ૧૦૦૯ થઈ છે. સરકારી ચોપડે ૪૫ મોત જયારે સરકારી આંકડા પ્રમાણે જ ૭૦ દર્દીઓની ઘટ હોઈ મોતનો બિનસત્ત્।ાવાર આંકડો ૭૦ હોવાની ચર્ચા છે.

જોકે, અનલોક ૪ માં હવે કચ્છ જિલ્લા કલેકટર દ્વારા ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વાલીની અનુમતિ સાથે શાળાએ જવાની છૂટ, તાલીમી શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવાની મંજૂરી, રાજકીય, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, મનોરંજન પ્રવૃત્ત્િ।ઓમાં ૧૦૦ વ્યકિતઓની છૂટ, લગ્નમાં ૫૦ અને મૃત્યુમાં ૨૦ વ્યકિતની છૂટ, દુકાનો સમય મર્યાદા વિના ખોલવાની મંજૂરી, રેસ્ટોરેન્ટ હોટેલ ૧૧ વાગ્યા સુધી ખોલવાની છૂટ અપાઈ છે. અન્ય પ્રતિબંધ માટેના નિયમો જે છે, તે ચાલુ રહેશે.

(11:16 am IST)