સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

તળાજાના દાઠા ગામની શિક્ષિકાનો આપઘાત

માથાનો દુખાવો સહન ન થતા પગલું ભરૂ છું : માફ કરશો સુરસાઇટ નોટ મળી આવી : ઘરમાં જ ફાંસો ખાઇ લીધો

ભાવનગર,તા.૨:તળાજાના દાઠાખાતે આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા વિસવર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષિકાએ આજે સવારે પોતાનાજ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી ગઇ હતી.

પ્રા.શાળાના શિક્ષિકા કોકિલાબેન ભરતસિંહ પગી ઉવ.૪૩. પોતાની કિશોરવયની ધો.૧૨માં અભ્યાસ કરતી ભત્રીજી સાથે અહીં રહેતા હતા. કોકિલાબેનના પતિ ભારતસિંહ પણ અહીં દસ વર્ષ અગાઉ પ્રા.શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓની બદલી વતન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના આંબાતરી ગામેથતા તેઓ વતનમાં રહેતા હતા.

અહીં વિસવર્ષથી રહેતા શિક્ષિકા કોકિલાબેન પગીએ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. સાથે રહેતી પ્રજ્ઞાબેન સવારે ૮ કલાકેઙ્ગ જાગ્યા ત્યારે ફઇ એ રૂમનું બારણું અંદરથી બંધ કરેલ હોય ખખડાવતા બારણું ન ખોલતા પાડોશીને જાણ કરતા પોલીસે આવી બારણું ખોલતાં શિક્ષિકાનો ગળેફાંસો ખાધેલી હાલતે મૃતદેહ મળી આવતા તળાજા પી.એમ અર્થે લાવવામાં આવેલ.તળાજા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોને બનાવની જાણ થતાં શિક્ષકો મોટી સંખ્યામાં સેવાભાવે દોડી આવ્યા હતા.

હેડ.કો વાળા એ જણાવ્યું હતુંકે મૃતક ના દીકરા સેન્યમાં ફરજબજાવે છે.એન.ડી.એની પરીક્ષા પાસ કરી હાલ દહેરાદુન માં ઓફિસર તરીકે તાલીમ મેળવે છે. મળેલી સુસાઈટ નોંધમાં માથાનો સતત દુખાવો રહેવાથી માનસિક તણાવ ને લીધે અંતિમ પગલું ભરેલ છે. તેવું લખ્યું છે.

ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવનાર કોકિલાબેન પગી શહેરાના નંદરવા ગામના છે.પોલીસને મળેલી સુસાઇટ નોટમાં પતિની બે હાથ અને ત્રીજું મસ્તક જોડી નમાવી માફી માગી છે.દીકરાને સંબોધી.લખ્યૂ છે તારામાટે છોકરી શોધી ન શકી. ગાડીના રૂપિયા પડ્યા છે.સાથે રહેતી ભત્રીજી પ્રજ્ઞા ને સંબોધી લખ્યું છે તારૃં ધ્યાન રાખજે. વાંચજે.સુખી થજે.

(11:17 am IST)