સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

જામજોધપુર તાલુકામાં એકજ દિવસમાં ૧૪ કોરોના કેસો આવતા ફફડાટ

તંત્રની લાપરવાહી નબળી કામગીરી સામે ચિંધાતી આંગળી

જામજોધપુર તા. ર :. જામજોધપુર શહેરમાં દરરોજ બે-પાંચ કોરોના પોઝીટીવ કેસ આવવા સામાન્ય થઇ ગયા છે પરંતુ ગઇકાલે એકજ દિવસમાં તાલુકામાં ૧ ધ્રાફા ૧ બુટાવદર ૧  ખડબા, ૯ જામજોધપુર એમ ૧૪ કેસ કોરોના પોઝીટીવ કેસ આવતા શહેરમાં ચિંતાનું મોજુ પ્રસરર્યુ છે.

આરોગ્ય તંત્રની નબળી કામગીરીની અનેક ફરીયાદો અને રજૂઆત થઇ છે જેમનો તાજેતરની જ દાખલો પરમ દિવસે રાજાણી પ્લોટમાં એક મહીલાને કોરોના પોઝીટીવ આવ્યા બાદ માત્ર તંત્ર આંટો મારી ચાલ્યુ ગયુ કોઇ કન્ટેન ઝોન પણ ર૪ કલાક સુધી જાહેર કર્યો નહિ.

આ વિસ્તારમાં કોઇ  આડસ નહિ ન પ્રતિબંધીત વિસ્તાર છે તેવુ કોઇ બેનર નહિ પણ ર૪ કલાક સુધી લગાડયુ નથી.

આમ આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે માત્ર ફોટો સેશન કરવામાં  પડયા પાથર્યા રહેતા બ્લેક હેલ્થ કચેરીના કર્મીઓ વાસ્તવિક કામગીરી કયારે હાથ ધરશે આ અંગે રજૂઆત કરી ને જવાબદારીની ફેકા ફેકી કરે છે.

(11:54 am IST)