સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

ભાવનગરમાં ૫૩ કેસો: જિલ્લામાં નોંધાયેલા ૨,૮૯૧ કેસો પૈકી ૫૭૦ દર્દીઓ સારવારમાં

ભાવનગર,તા.૨: ભાવનગર જિલ્લામા વધુ ૫૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૮૯૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૬ પુરૂષ અને ૧૧ સ્ત્રી મળી કુલ ૩૭ કેસો નોંધાયા છે. જયારે  તાલુકાના ફરીયાદકા ગામ ખાતે ૨, અધેવાડા ગામ ખાતે ૧, બુધેલ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કઠવા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરી(ગો) ગામ ખાતે ૧, તળાજા તાલુકાના મથાવડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના નવા સાંગાણા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૨, સિહોર તાલુકાના રાજપરા(ખો) ગામ ખાતે ૧, સિહોર તાલુકાના રબારીકા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, મહુવા ખાતે ૨ તેમજ ગારીયાધાર ખાતે ૧ કેસ મળી કુલ ૧૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે મહાનગરપાલિકા વિસ્તારના ૨૯ અને તાલુકાઓના ૧૮ એમ કુલ ૪૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૮૯૧ કેસ પૈકી હાલ ૫૭૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૨૬૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૭ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:19 am IST)