સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

પોરબંદરમાં પીજીવીસીએલ કચેરી કમ્પાઉન્ડમાંથી ૪૩ હજારનો વીજ સામાન ચોરી કરનારાં ૫ ઝડપાયાં

પોરબંદર,તા.૨: પીજીવીસીએલ કચેરી કમ્પાઉન્ડમાંથી ૪૩ હજારનો વીજ સામાન ચોરી કરનારા પાંચ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા.

કમલાબાગ પોલીસ સ્ટેશન ના પી.આઈ એન એન રબારીની સૂચના સર્વ સ્કોડ ના પી.એસ.આઇ એચ. એન ચુડાસમાના માર્ગદર્શન મુજબ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ તથા લોક રક્ષક દળ ના અક્ષય ભાઈની ચોક્કસ બાતમીને આધારે ઠકરાર હોસ્પિટલ બ્રહ્માકુમારી ની બાજુમાં બાવળની ઝાડીમાં લોખંડ તથા વાયર નો ભંગાર ની હેરાફેરી કરતા અમુક ઇસમો નજરે પડતા તેમની પૂછપરછ કરતા આ માલ તેઓએ પ્રા ગા બાપા આશ્રમની સામે પીજીવીસીએલની ઓફિસ ના કમ્પાઉન્ડમાંથી ચોરેલ હોય આ ટોટલ મુદ્દામાલ રૂપિયા ૪૩૦૩૬ નો મળી આવતા આ આરોપીઓ (૧) દિનેશ કમા ભાઈ સોલંકી (૨) સંજય અશોક ભાઈ સોલંકી (૩) રાહુલ રવજીભાઈ સોલંકી (૪) રાહુલ પ્રભાતભાઇ સોલંકી (૫) પપ્પુ અશોક ભાઈ સોલંકી (૬) સંજય બાબુભાઈ ચુડાસમા આ તમામ પ્રાગ બાપા આશ્રમ વી વી બજાર વાળા ને કોવિડ ટેસ્ટ માટે ભાવસિંહજી હોસ્પિટલ માં મોકલી આપેલ છે

આ કામગીરીમાં પી.આઈ એન એન્ રબારી પી.એસ.આઇ એચ એન ચુડાસમા એ.એસ.આઇ વી.એસ આ ગઢ જે આર કટારા બી કે ગોહિલ વિજયભાઈ ભીમશીભાઇ કનકસિંહ વિરેન્દ્રસિંહ અક્ષયભાઈ ચંદુભાઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા આ ચોર ટોળકીને પકડવામાં સફળતા મળેલી હતી.

(11:36 am IST)