સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

ગોંડલની વોરાકોટડા નદીના કાંઠેથી રીક્ષા તણાઇ : પાંચ લોકોનો બચાવ

ગણેશ વિસર્જન સમયે ફરજ પરના જવાનોએ બચાવી લીધા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.૨: ગોંડલ વોરાકોટડા રોડ પર નદી ઉપર આવેલ જોખમી બનેલાં કોઝવે પરથી પસાર થઇ રહેલ છકડો રીક્ષા પાણીનાં વહેણમાં તણાઇ નદી માં ખાબકતાં રિક્ષા માં બેઠેલાં પાંચ વ્યકિતઓ પાણીમાં ફંગોળાયા હતાં.સદ્દનસીબેઙ્ગ આ વેળા ગણેશ વિસર્જન ની ફરજ માં રહેલાં ગોંડલ ફાયર બ્રિગેડ નાં સુરેશ મોવલીયા, મહાવીરસિંહ, કિશોરભાઈ, જયેશભાઈ, વિરુભા, દિપકભાઇ, જાવીદભાઇ વગેરે દોડી જઇ પાણી માં રહેલાં પાંચેય વ્યકિતઓને બચાવી લીધાં હતાં બાદમાં રેશ્કયુ કરી રિક્ષા બહાર કાઢી હતી.

વોરાકોટડા નદીમાં ગણપતિ વિસર્જન હોય સવાર થીજ ફાયર સ્ટાફ તથાં પોલીસ હાજર હોય રિક્ષા તણાઇ ત્યારે તાકીદ ની મદદ મળી રહી હતી.નદી પરનાં આ કોઝવે પરથી છેલ્લા એક માસ થી પાણી વહ્યાં હોય સેવાળ ને કારણે વાહનો અને માણસો લપસી નદી માં ખાબકતાં હોવાની દ્યટનાં રોજીંદા બની રહીછે અહીં તંત્ર દ્વારા સલામતી અંગે કોઈ વ્યવસ્થાનાં હોય જાનહાની નો ભય તોળાઈ રહ્યો છે.

(11:37 am IST)