સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

જામકંડોરણામા ખોડલધામ સમિતિ દ્વારા ઉકાળાનુ વિતરણ

જામકંડોરણાઃ સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને સહકારી આગેવાન સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની ૧૩મી માસિક પુણ્યતિથિ નિમિતે  જામકંડોરણામાં ખોડલધામ સમિતિ તથા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિનામુલ્યે આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવામા આવેલ હતુ. આ ઉકાળાનો શહેરમા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ ઉકાળા વિતરણ સમયે રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.  આ ઉકાળા વિતરણમાં ખોડલધામ સમિતિના યુવાનો તેમજ મહિલા સમિતિની મહિલાઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ મનસુખભાઇ સી.બાલધા-જામકંડોરણા)

(11:39 am IST)