સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

લીંબડી હાઇવે પર CNG પંપનો પ્રારંભ

લીંબડીઃ હાલમાં દિવસે-દિવસે કૂદકેને ભુસકે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. અને બીજી તરફ લોકડાઉનને કારણે ધંધા-રોજગારને ભારે મોટો ફટકો પડયો છે.પરંતુ લોકોને સામાજિક કારણોસર કે આરોગ્યલક્ષી કારણોસર હાલના સંજોગોમાં મને-કમને પરિવહન તો કરવું જ પડે છે. આથી સીએનજી એક ઉત્તમ વિકલ્પ છે. લીંબડી તાલુકાના લીંબડી નેશનલ હાઈવે છેલ્લા કેટલાક સમયથી સીએનજી પંપની શરૂ કરવાની માંગ હતી. આ માંગને લઇને.લીંબડી સંભવનાથ પેટ્રોલ પંપ ખાતે સીએનજી પંપ શરૂ થતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

(11:39 am IST)