સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

રાજકોટ અને જામનગરની પાંચ વાહન ચોરી કરનાર વિશાલ-વિજય ઝડપાયા

જામનગર તા. રઃ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાલી દ્વારા જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને અટકાવવા કાર્યવાહી કરવા બાબતે એસ.ઓ.જી.ને સુચના કરતા તે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર કે. એલ. ગાધે માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. વી. કે. ગઢવી સાથે ટીમના એસ.ઓ.જી.ના પોલીસ સ્ટાફના પો.કો. રવિભાઇ બુજડ તથા એએસઆઇ હિતેશભાઇ ચાવડા તથા હે.કો. દિનેશભાઇ સાગઠીયાને બાતમી આધારે જામનગરના શંકર ટેકરી વિસ્તારના બે ઇસમોને જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરાયેલ મો.સા. તેમજ રાજકોટ શહેરના પ્રધ્યુમનનગર પો. સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઃ (૧) વિશાલ સુરેશભાઇ પરમાર ઉ.વ. રપ ધંધો-ડ્રાઇવીંગ રહે. શંકરટેકરી, આશાપુરા મંદીરથી આગળ પરબ પાસે રોડ ઉપર (ર) વિજય બાબુભાઇ બાબરીયા ઉ.વ. ૩૦ ધંધો-સફાઇ કામ રહે. શંકરટેકરી વલ્લભનગર (રામદેવપીરના મંદિર પાસે) પાસેથી ૬ વાહનો કબ્જે કરેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. મહેશભાઇ સવાણી, હિતેશભાઇ મેરામણભાઇ ચાવડા, જ્ઞાનદેવસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ. હિતેષભાઇ ખોડુભાઇ ચાવડા, બશીરભાઇ મલેક, અનિરૂધ્ધસિંહ ઝાલા, રાયદેભાઇ ગાગીયા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, અરજણભાઇ કોડીયાતર, મયુદિનભાઇ સૈયદ, રમેશભાઇ ચાવડા, દિનેશભાઇ સાગઠીયા, દોલતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. સોયબભાઇ મકવા, રવિભાઇ બુજડ, સંજયભાઇ પરમાર, લાલુભા જાડેજા, પ્રિયંકાબેન ગઢીયા તથા ડ્રા. પો. કોન્સ. દયારામભાઇ ત્રીવેદી, સહદેવસિંહ ચૌહાણનાઓએ કરેલ છે.

(11:47 am IST)