સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

મોરબીના બગથળા ગામે જુગાર રમતા ૯ ઝડપાયા

મોરબી : જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તથા ડીવાયએસપી રાઘીકા ભારાઈના માર્ગદર્શન હેઠળમોરબી તાલુકા પી.એસ.આઈ. એ.એ.જાડેજાની તથા સર્વેલન્સ ટીમના નગીનદાસ નિમાવત, દિનેશભાઈ બાવળિયા, દિવ્યરાજસિંહ જાડેજા, અમિતભાઈ વાંસદડીયા, રમેશભાઈ મુંધવા, ફતેસંગ પરમાર, હિતેશભાઈ ચાવડા અને યોગીરાજસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા વિજયકુમાર નરશીભાઈ સાણદીયા, યશપાલસિંહ ભુપતસિંહ રાઠોડ, સનેશભાઈ ઉફે મુનાભાઈ ધીરુભાઈ સરવૈયા, અલ્પેશભાઈ રાઘવજીભાઈ કોરટીયા,જગદીશભાઈ પરસોતમભાઈ રૂદાતલા, મહેશભાઈ રઘુભાઈ માલકીયા, વિનોદભાઈ જશમતભાઈ રાજપરા, ભીમાભાઇ ભુરાભાઈ મકવાણા અને વિનોદભાઈ છગનભાઈ વરસડાને રોકડ રકમ રૂ.૩૩,૧૨૦, મોબાઈલ નંગ-૯ કીમત રૂ.૧૦,૫૦૦ અને એક અલટોકાર કીમત રૂ.૧,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૪ ૪૩,૬૨૦નો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

(11:48 am IST)