સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

હળવદના માનગઢ પાસેની બ્રાહ્મણી નદીમાં યુવાનની શોધખોળ માટે NDRFની મદદ

(દીપક જાની દ્વારા)હળવદ,તા.૨ : તાલુકાનાના અજીતગઢ અને માનગઢ ગામ નજીક પસાર થતી બ્રાહ્મ ણી નદીમાં ગઈકાલે બપોરના અજીતગઢ ગામના ઠાકોર સમાજના ત્રણ યુવાનો તણાયા હતા જોકે બે યુવાનો ને બચાવી લેવાયા હતા જયારે એક યુવાન હજુ લાપતા છે જેથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા પરમદિવસ થી કાલે બપોર સુધી તેની શોધ કરવામાં આવી હતી પરંતુ આ યુવાનનો કોઈ પત્તો ન લાગતા આખરે NDRFની મદદ લેવાઈ છે અને હાલ NDRF ટીમ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હળવદ તાલુકાના રણકાંઠાના છેવાડાના ગણાતા અજીતગઢ અને માનગઢ ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદીના પાણીમાં અજીતગઢ ગામના ત્રણ યુવકો તણાયા હતા. આ તણાઈ ગયેલા યુવકો પૈકી અક્ષયભાઇ દિનેશભાઇ ઠાકોર અને બેચરભાઈ ગોરધનભાઈ ઠાકોરને ગ્રામજનો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતા. જયારે કાનાભાઇ ગોરધનભાઇ ઠાકોર (ઉ.વ. ૨૦)ની શોધખોળ કરવામાં આવી હતી

પરંતુ પરમ દિવસે તણાઈ ગયા બાદ ગઈકાલ બપોર સુધી આ યુવકનો કોઈ જ પત્તો ન મળતા આખરે આજે NDRFની ટીમની મદદ લેવામાં આવી છે જેથી હાલ ટીમ દ્વારા નદીમાં આ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય જેથી આજે બ્રાહ્મણી-૨ ડેમમાંથી છોડાતા પાણીનો પ્રવાહ ઘટાડી સ્થાનિક તરવૈયાઓ અને NDRF ટીમ આ યુવકની શોધખોળ હાલ નદીમાં કરી રહી છે વધુમાં આ નદી નું પાણી સીધું જ રણમાં જતું હોય જેથી રણ નજીક પણ NDRFની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છેઆ બનાવને પગલે હળવદ મામલતદાર બી.કે કણજરીયા, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ બ્રાહ્મ ણી નદી ખાતે દોડી આવ્યા હતા.

(11:51 am IST)