સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

પોરબંદરના છાયા-નવાપરામાં વરસાદના પાણીનો નિકાલ કરાવવા કોંગ્રેસ દ્વારા રજૂઆત

પોરબંદર તા. ર : છાયા નવાપરામાં  વરસાદના પાણીનો ભરાવો થયેલ હોય પાણીનો નિકાલ કરાવવાની માગણી સાથે કોંગ્રેસના આગેવાનોએ નગરપાલિકાના વહીવટદારને આવેદન આપી રજૂઆત કરી હતી.

છાંયા વિસ્તારમાં ખુબ જ ઘણી જગ્યાઓએ અને જાહેર રસ્તા પર ગોઠણ સુધી પાણી ભરાયા છે. સતત અતિભારે વરસાદના કારણે આવા વિસ્તારોમાં ખુબ જ મોટી માત્રામાં વરસાદી પાણી ભરાયા છે. આ વરસાદી પાણીનો કયાંય નિકાલના હોય વરસાદી પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા પણ ના હોય તેને કારણે જાહેર રસ્તાઓ પર અને અમુક સોસાયટીઓમાં પણ ગોઠણ ડૂબ પાણી ભરાયેલાં છે.

આ ગોઠણ ડૂબ પાણીના કારણે લોકોને ઘરની બહાર આવવા જવા માટે પણ ખુબ જ મુશ્કેલીઓ પડે છે. વાહન લઇને નિકડવાનું પણ ખૂબ જ કપરૂ થઇ ગયું છે.

કે આ વરસાદી પાણીમાં નવાપરા સહિતના વિસ્તારોમાં ગટરોનાં પાણી આ વરસાદી પાણી સાથે ભરેછે અને ભયંકર ગંદકી ફેલાયેલી  છે. જેને કારણે મચ્છરજન્ય રોગો અને પાણી જન્ય રોગો ફેલાય શકે છે. તેવી શકયતાઓ છે. જો આ પાણીનો નિકાલ નહી કરવામાં આવે તો છાંયા વિસ્તારમાં ખૂબ જ માંદગી ફેલાય તેવી શકયતાઓ છે. આથી આ પાણીનો તાત્કાલીક નિકાલ કરવા અને યોગ્ય ન કરાય તો આંદોલન કરવા ચીમકી રજૂઆત સાથે કરી છે.

(11:56 am IST)