સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

ચોટીલાના કોરોના પોઝિટિવ દર્દીના થેલામાંથી રૂ.૧.૩૪ લાખની મત્તાની ચોરી

કે.કે.વી હોલ પાછળ ખાનગી હોસ્પિટલમાં બનાવઃ ચોટીલાના વૃદ્ધ જ્યંતીભાઇ કોટેચાની ફરિયાદ

રાજકોટ તા. ર : શહેરના કે.કે.વી. હોલ પાછળ આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝિટિવ દર્દીના થેલામાંથી રોકડ સોનાની વીંટી મળી રૂ.૧.૩૪ લાખની મત્તા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ચોટીલાના થાન  રોડ પર આવેલ અમૃતનગર સોસાયટી શેરી નં. ર/૩ માં રહેતા જ્યંતીભાઇ ઉર્ફે હકુભાઇ વાલજીભાઇ કોટેચા (ઉ.૬૯) એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે સંયુકત પરિવાર સાથે નિવૃત જીવન ગાળે છે તા.૧૪/૮ ના રોજ પોતાને કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા પોતાને કોરોનાની સારવાર માટે રાજકોટ કે.કે.વી. હોલ પાછળઆવેલી એક ખાનગી હોસ્પિટલમાં બીજા માળે રૂમ નં. ર૦રમાં દાખલ થયા હતા ત્યાં પહેલા પોતાની પત્ની અને દીકરાને પણ કોરોનાની સારવાર માટે દાખલ કરેલ હતા ત્યાં પોતે પોતાના કપડા મકવાના થેલામાં કપડા રાખેલા હતા તેની નીચેના ભાગે રૂમાલમાં રૂ.ર૦૦૦ અને સોનાની વીંટી રાખેલા હતા. તે વાત મે ત્યાં કામ કરતા નર્સ તથા અન્ય કર્મચારી અને સફાઇ કામ કરતા ભાઇને કરી હતી. ત્યારબાદ પોતાની તબીયત સારી થઇ જતા પોતાને તા.ર૧/૮ ના રોજ રજા આપવાના હતા તે દિવસે પોતે સવારે સ્નાન કરવા માટે જતા હતા.ત્યારે કપડા લેવા માટે પોતે પોતાના થેલામાં જોતા રૂમાલ ઉપરની સાઇડમાં પડેલ હતો તે રૂમાલ ખોલીને જોતા તેમાંથી રોકડ તથા વીંટી ગાયબ હતા કોઇ અજાણ્યો શખ્સ ચોરી ગયેલ હોઇ તેથી પોતે હોસ્પિટલના સ્ટાફને વાત કરતા તેમાંથી કોઇએ ડોકટરને જાણ કરતા ડોકટરે આવની પુછતા પોતે તેને વાત કરી હતી પોતાને તથા પત્નીને કોરોના પોઝિટિવ આવેલ હોય તથા નાનાભાઇનું કોરોનાના લીધે મૃત્યુ થયેલ હોઇ, જેથી પોતે તેની અંતીમ વિધિ કર્યા બાદ પોતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ કે.કે. માઢકે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસે હોસ્પિટલના સીસી ટીવી કુટેજ તેમજ કર્મારીઓની પુછપરછ હાથ ધરી છે.

(11:56 am IST)