સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

વીરપુર (જલારામ)ના વરિષ્ઠ પત્રકાર ઠા. નવનીતલાલ નાનાલાલ ઓંધીયાનું કોરોનાથી નિધન

રાજકોટઃ વિરપુર જલારામના વરિષ્ઠ પત્રકાર ઠા. નવનીતલાલ નાનાલાલ ઓંધીયાનું કોરોનાથી રાજકોટ ખાતે નિધન થતા ઘેરો શોક છવાઇ ગયો છે.

રાજકોટના યાજ્ઞીક રોડ ઉપર ઉતમ ટોયઝ અને વીરપુર ખાતે ઉતમ નોવેલ્ટી નામથી દુકાન ધરાવનાર ઠા. નવનીતલાલ ઓંધીયાને કોરોનાના લક્ષણો જણાતા તાબડતોબ સારવાર માટે રાજકોટની કોવીડ-૧૯ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ પાંચ દિવસની સારવારના અંતે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

સ્વ.નવનીતલાલ ઓંધીયાએ અકિલાના પ્રતિનિધિ તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી હતી.

ઠા.નવનીતલાલ નાનાલાલ ઓંધીયા (ઉ.વ.પ૯) તે જયકુમાર ઓંધીયા, જનકભાઇ ઓંધીયા, કવીતાબેન અલ્પેશકુમાર પોંદા, ચાંદનીબેન વિપુલકુમાર તન્નાના પિતાશ્રી તથા સ્વ.ગીરધરભાઇ નાનાલાલ ઓંધીયા અને હસમુખભાઇ નાનાલાલ ઓંધીયાના ભાઇ તથા ઉતમભાઇ હસમુખભાઇ ઓંધીયા અને રાજેશભાઇ ગીરધરભાઇ ઓંધીયાના કાકાનું તા. ૧ને મંગળવારે અવસાન થયું છે.

અકિલા પરિવારે બે મીનીટનું મૌન પાળીને સ્વ. ઠા.નવનીતલાલ નાનાલાલ ઓંધીયાને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

(12:16 pm IST)