સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

જુનાગઢ જિલ્લામાં નવા રપ પોઝીટીવ કેસ સામે ૪૮ દર્દી ડિસ્ચાર્જ થયા

ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો ફુફાડો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર : જુનાગઢ જિલ્લામાં નવા ૧પ પોઝીટીવ કેસ સામે કોરોનાના ૪૮ દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ ફુંફાડો મારવાનું શરૂ કરી દીધું છે ગામડાઓમાંથી પણ પોઝીટીવ કેસ વધતા તંત્ર ચિંતામાં મુકાય ગયું છે.

મંગળવારે જુનાગઢ સીટીમાં ર૪, જુનાગઢ ગ્રામ્ય બે, કેશોદમાં પણ બે કેસ, માળીયા, મેંદરડા અને વિસાવદરમાં એક-એક કેસ તેમજ માણાવદર તથા માંગરોળમાં બે કેસ મળી કુલ રપ નવા પોઝીટીવ કેસ સામે આવ્યા હતા.

જેમાં ભેંસાણ અને વંથલી ખાતે એક પણ કોરોના કેસ નોંધાયો ન હતો.

બીજી તરફ ગઇ કાલે જુનાગઢ રૂરલના બે, કેશોદ, વંથલીના એક-એક તેમજ મેંદરડા, માંગરોળના ત્રણ-ત્રણ અને વિસાવદરના સાત તેમજ વંથલીના દર્દી મળી કુલ ૪૮ કોરોના પેશન્ટને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આમ મંગળવારે એક જ દિવસમાં રીકવરી રેટમાં ભારે વધારો થયો હતો.

દરમ્યાનમાં ૧૮પ કન્ટેન્ટમેન્ટ ઝોનના ઘરોની સંખ્યા ૧૮૮પ છે અને કન્ટેન્ટમેન્ટ ઝોનની વસ્તી ૬૯૮૬ લોકોની હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

(12:51 pm IST)