સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

જુનાગઢમાં ખાનગી સ્કુલમાં તસ્કરો ખાબકયા-ઘરના સીસીટીવીમાં કેદ

કોમ્પ્યુટર સહિત રૂ.૪૪ હજારના મુદામાલની ચોરી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રઃ જુનાગઢમાં મધુરમ બાયપાસ ભકિતનગર સોસાયટીમાં આવેલ એક ખાનગી સ્કુલમાં તા.ર૮ની રાત્રે તસ્કરોએ પ્રવેશીને કોમ્પ્યુટર લેબનું તાલુ તોડી નાખ્યું હતું.

બાદમાં તસ્કરો લેબમાંથી કોમ્પ્યુટરના મોનીટર અને સીપીયુ મળી કુલ રૂ. ૩૪ હજારના મુદામાલની ચોરી કરીને નાસી ગયા હતા.

જો કે ચોરીની ઘટના સ્કુલના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેમાં ર૦ થી રપ વર્ષની ઉમરના બે શખ્સો ચોરી કરતા હોવાનું માલુમ પડયું હતું.

આ અંગે શાળાના સંચાલક શ્વતાંગ બલભદ્રભાઇ વૈૈશ્નવે ફરીયાદ કરતા સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પી.એસ.આઇ. કે.એસ. ડાંગરે સીસીટીવી કેમેરાના કુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ઉઠાંતરી

જુનાગઢના જોશીપરાની હરિદ્વાર સોસાયટીમાં રહેતા પરસોતમભાઇ ભગવાનજી વેકરીયાનું ૧પ હજારની કિંમતનું જીજે. ૧૧ કે.કે.૭૧૩૦ નંબરનું મોટર સાયકલ તેમના ઘર નજીકથી ચોરાઇ ગયું હોવાની ફરીયાદ થતા બી ડીવીઝનના પી.એસ.આઇ. વી.કે. ડાકીએ તપાસ હાથ ધરી છે.

(12:52 pm IST)