સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

રાજુલાની ખાણમાં ડૂબી જતા પરપ્રાંતિય કિશોરનું મોત

ધારેશ્વરના ચેકડેમમાં ખાંભલીયાના આહિર યુવાનનું મોતઃ એક લાપતા

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા, તા.૨: રાજુલામાં પથ્થરની ખાણમાં ચોમાસામાં પાણી ભરાઇ જતાં હાલ રાજુલામા રહેતા અને મૂળ રાજસ્થાન ના ભાટિયા અજમેરના રહેવાસી રાહુલ સત્યનારાયણ ખાતી નામના એક ૧૭ વર્ષીય યુવક  નાહવા જતાં તે ડૂબી જતાં તેનું મૃત્યુ થયું છે તેની બોડી આજુબાજુના લોકો અને પરિવારના સભ્યો દ્વારા પાણીમાંથી બહાર કાઢી રાજુલાના સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવેલ છે જયાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ છે આ બાળકનું મૃત્યુ થતાં તેના પરિવારજનો માં દુઃખનુ આભ ફાટી પડયું છે.

ધારેશ્વર નજીક આવેલ ચેક ડેમમાં ખાંભલીયા ગામના આહીર સમાજનાં બે યુવકો પાણીમાં ડૂબ્યા છે.

ચેકડેમમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા બે યુવકો ડુબ્યા  હોઇ જેની શોધખોળ હાથ ધરાઇ છે.

ઘટનાસ્થળે રાજુલા પોલીસ મામલતદાર સહિતના અધિકારીઓ પહોચ્યા બાદ એક યુવક મળી આવેલ તેને સારવાર માટે રાજુલા ખાનગી હોસ્પિટલ ખાતે લાવેલ હજુ એક યુવક લાપતા છે.

શોધખોળ માટે રાજુલા જાફરાબાદ અને સાવરકુંલા તરવૈયાની ટીમ બોલાવાઈ છે. આ લખાય છે ત્યાં સુધી હજી આ બીજા યુવકની કોઈ લાશ મળેલ નથી.

(2:51 pm IST)