સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

ભંડારીયાની સીમમાં જૂગાર રમતા ૬ શખ્સોને ભાડલા પોલીસે ઝડપી લીધા

રાજકોટ તા. ર :.. ભંડારીયા ગામની સીમમાં ભાડલા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતાં.

મળતી વિગતો મુજબ ભંડારીયા ગામે દિનેશ બચુભાઇ મકવાણાની વાડીમાં ઓરડી પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા ભાડલાના પીએસઆઇ એચ.પી. ગઢવી તથા હેડ કો. વલ્લભભાઇ બાવળીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા દિનેશ મકવાણા, રમેશ વાલજીભાઇ સોરાણી, વિપુલ બાબુભાઇ મકવાણા, પ્રવિણ સવસીભાઇ મકવાણા, પાંચા નાથાભાઇ વનાળીયા તથા રાજેશ નારણભાઇ દેસાઇ રે. તમામ ભંડારીયા ગામને રોકડા રૂ. ર૪૧પ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(2:53 pm IST)