સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

બગસરા સેન્ટ્રલ બેંકમાં રીજીનલ મેનેજર દોડી આવ્યા

૭૦ થી વધુ ખેડૂતોના સોગંધનામા સાથે પોલીસ ફરિયાદની તૈયારી

બગસરા તા.૨ :સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની બગસરા બ્રાન્ચના ખેડૂતોને ગ્રાહકો પાસેથી લોન આપવા બાબતે સબસીડી માંથી ભ્રષ્ટાચાર થયેલની ફરિયાદો મુખ્યમંત્રી સુધી કરવામાં આવતા રિજનલ મેનેજર બગસરા દોડી આવ્યા હતા જયાં તેમણે ગ્રાહકોને અને વેપારીઓને સાંભળ્યા હતા.

બગસરા માર્કેટિંગ યાર્ડ ચેરમેન કાંતિભાઈ સતાસિયા દ્વારા કરવામાં આવતા રાજકોટથી રિજિનલ મેનેજર બી.જે.રાવે બગસરા સેન્ટ્રલ બેન્ક માં ઉપસ્થિત રહી ફરિયાદીઓને સાંભળ્યા હતા તેમજ વેપારી ગૌરાંગભાઈ ચુડાસમા બગસરા વેપારી મહામંડળના પ્રમુખ ભાવેશભાઈ સહિત આગેવાનો સાથે બેઠક કરી હતી આ દરમ્યાન મનમાની હોઈ તે રીતની વર્તણૂંંક સહિતની ફરિયાદો થવા પામી હતી આ સમય દરમ્યાન ખેડૂતો દ્વારા ધિરાણ, પશુ પાલકો પાસે થી વચેટિયા મારફત લેવાયેલ રકમોના આંકડા સાથે ૭૦ જેટલા ખેડૂતો અને ગ્રાહકો દ્વારા સોંગંધનામા કરી તેમજ લીધેલી રકમ રેકોર્ડિંગ બગસરા પોલીસમાં રજુ કરી ફરિયાદ નોંધાવવાની તજવીજ ના સંકેત બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાસીયા એ આપ્યા હતા હેરાનગતિ તેમજ ચેક બાઉન્સ કરવા સહિત ના આરોપ વેપારી મહામંડળના પ્રમુખ તેમજ ઉપસ્થિત વિવિધ સંસ્થાના અગ્રણીઓ દ્વારા લગાવાયા હતા. હવે આગામી દિવસોમાં શું પગલા લેવાય છે તે જોવાનું રહ્યું છે.

(11:26 am IST)