સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં ૮ થી ૧૦ ઇંચ વરસાદ

જમીન અને ઉભા પાકને ભારે નુકશાન, નાળા ઓમાં ઘોડાપુર

 કોડીનાર તા.૨ : કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી સાંજે તેમજ રાત્રીના ૪/૩૦ કલાક બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર તોફાની વરસાદ ચાલુ થયો હતો.તાલુકાના વલાદર, સાંઢણીધાર, પાવટી, કાંટાળા, ગિરદેવળી, ઘાંટવાડ,મોટી ફાફણી, નાની ફાફણી, જમનવાડા, બોડીદર, વિઠલપુર, મોરવડ, આદપોકાર, ભિયાલ, વેળવા વગેરે ગામમાં અતિભારે વરસાદ પડ્યો હતો.જેમાં એક અંદાજ મુજબ બે કલાકમાં એકંદરે ૫ થી ૭ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે  વેળવા ગામેથી પસાર થતા નેશમાં ભારે પુર આવ્યું હતું.પાણીના ભારે વેગના કારણે વેળવા અને પાંચ પીપળવા ગામના ૭૦ થી ૮૦ ખેડૂતોની જમીન અને ઉભા પાકને ભારે નુકશાન થયું છે.કેટલાક ખેડૂતોએ માંડવી ઉપાડી પાઠરા કર્યા હતા તે પાણીમાં ડૂબી ગયા હતા તાલુકા ના અને ગામોમાં ખેડૂતોનો માંડવી નો પાક પાણીમાં તણાઇ ગયો હતો.જયારે કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.અને તૈયાર કાઢેલી માંડવીના પથરા પાલળી ગયા હતા ગત રાત્રીના પડેલા ભારે વરસાદના કારણે હજારો હેકટર જમીનમાં ભારે નુકશાન થવા પામ્યું છે.એક તરફ સતત વરસાદના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે,ત્યારે મેઘરાજાએ ગત રાત્રીના રોદ્ર સ્વરૂપ દેખાડતા ખેડૂતોને પડ્યા ઉપર પાટુનો ઘાટ સર્જાયો છે.

(11:28 am IST)