સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખભાઇ માંડવીયા GMB -રેડક્રોસ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ અલંગની મુલાકાતે

ભાવનગર :ઈન્ડિયન રેડકોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા તેની અનેક વિધ આરોગ્ય વિષયક પ્રવૃતિઓ કરી રહેલ છે. જેમાં એશીયાનું મોટામાં મોટુ ગણાતુ શીપયાર્ડ જે અલંગ ખાતે આવેલ છે. જ્યાં હજારો લોકો ગુજરાત તેમજ ગુજરાત બહારથી રોજગાર માટે આવતા હોય છે. ત્યારે તેઓની આરોગ્યલક્ષી પુરતા પ્રમાણમાં સેવાઓ સ્થાનીક લેવલથી મળી રહે તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા અલંગ ખાતે જીએમબી-રેડક્રોસ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, પ્રાઇમરી હોસ્પિટલ તથા મોબાઇલ હેલ્થ યુનિટ ચલાવવામાં આવે છે. મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે તમામ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ હોસ્પિટલોમાં અલંગ કામ કરતા મજૂરો તથા આસપાસના ૪૦ થી વધુ ગામના દર્દીઓ લાભ લઇ રહ્યા છે.અલંગ મુલાકાત દરમ્યાન કેન્દ્રીય શીપીંગ મીનીસ્ટરશ્રી મનસુખભાઇ માંડવીયાએ ખાસ જીએમબી -રેડક્રોસ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ અલંગની મુલાકાત લીધી હતી. ત્યારે તેમની સાથે અલંગ એરીયા ડેવલોપમેન્ટ ઓર્થોરીટીના ચેરમેન ગીરીશભાઇ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ હોસ્પિટલના દરેક વોડૃ તેમજ દરેક વિભાગની મુલાકાત લઇ હોસ્પિટલને વધુ ડેવલપ કરવા તેમજ વધુ સારી સેવાઓ માટે પોતાના અભિપ્રાય આપેલ . અલંગના મજુર દર્દીઓને રૂબરૂ મળવેલ તથા રેડક્રોસના હોદ્દેદારો તથા તબીબો સાથે સેવાઓને વધુ સક્ષમ બનાવવા ચર્ચા કરી હતી. ડો. મિલનભાઇ દવે (ચેરમેન શ્રી), સુમિતભાઇ ઠક્કર (વાઇસ ચેરમેન), વર્ષાબેન લાલાણી (સેક્રેટરીશ્રી), રોહિતભાઇ ભંડેરી (સહ ખજાનચી ), ડો. કશ્યપ અધવર્યુ (આર.એમ ઓ.), ડો. ભુપેન્દ્ર ગજ્જર (હોસ્પિટલ ઇન્ચાર્જ), ડો. દિપકભાઇ જોષી (મેડિકલ ઓફિસર), શ્રી વિનય કામળીયા (એડમીન ઓફિસર), શ્રી રાહીલ પંજવાણી (હોસ્પિટલ ઇન્ચાર્જ સુપર વાઇઝર )તથા રેડક્રોસની મેડિકલ અને પેરામિડકલ ટીમ ઉપસ્થિત રહેલ છે.

(11:30 am IST)