સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

વેરાવળમાં કોંગ્રેસ દ્વારા રેલી : પૂતળાને કબ્જે કરી લેવાયું : ૧૬ ની અટકાયત : ભારે સૂત્રોચ્ચાર

હાથરસની ઘટના અને રાહુલ સામેના ગેરવર્તનના વિરોધમાં

પ્રભાસ પાટણ -વેરાવળ,તા. ૨: ઉત્ત્।ર પ્રદેશના હાથસર ખાતે માનવતાને શર્મસાર કરતો બનાવ બનેલ જેમાં ૨૨ વર્ષીય દેશ ની દિકરી મનીષા બેન સાથે અમાનવીય રીતે થયેલ ગેંગરેપ , (બળાત્કાર) અને બેરહેમી રીતે કરવામાં આવેલ હત્યાની વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ભાઈ ચાવડાના આદેશથી ધારાસભ્ય વિમલ ભાઈ ચુડાસમાના માર્ગ દર્શનથી વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હત્યારાઓને સજા થાય તેમજ ઉત્ત્।ર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલી યોગી સરકાર દ્રારા કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા  રાહુલ ગાંધી જી સાથે ગેરવર્તન કરી અને એમની ધરપકડ કરી એનાં વિરોધમાં ગીર સોમનાથ જીલ્લા વેરાવળ ના ટાવર ચોક ખાતે ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

પોલીસ દ્વારા દિનેશભાઈ રાયઠ્ઠઠા, ફારૂક ભાઈ પેરેડાઇઝ, સંગીતાબેન ચાંડપા, રાકેશભાઈ ચુડાસમા, પ્રેમભાઈ ગઢીયા, હિરેનભાઈ બામરોટીયા, રવિભાઈ શાહ, બકુલ ભાઈ ચાપડીયા, નરેશભાઈ ચાવડા .ખંજન ભાઈ જોશી, ચીમનભાઈ ચાવડા યજ્ઞેશભાઈ શીરોદરિયા, ઉમેશ કાલવાણી. હારૂનભાઇ ડાભલા, હરેશભાઈ ચારીયા, ચિરાગભાઈ ચાવડા દિનેશભાઇ ચુડાસમા સહિત ૧૬ આગેવાનોની અટકાયત કરી હતી.

ધારાસભ્યની ઓફિસેથી મોદી-યોગી સરકાર હાય- હાયના તાનાશાહી ચલેગીના સૂત્રોચ્ચાર સામે રેલી નિકળી હતી. જો કે પોલીસે હાથમાં રહેલ પૂતળાને જપ્ત કરી લેતા ઘર્ષણ થયું હતું. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(12:53 pm IST)