સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

જુનાગઢઃ અકસ્માત મૃત્યુના કેસમાં કોર્ટ દ્વારા ૭૧ લાખનું વળતર ચૂકવવા હુકમ

જુનાગઢ, તા. રઃ અકસ્માત વળતરના કેસમાં કોર્ટે વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

વિગત એવી છે કે, તા. ર૬-પ-૧૮ના રોજ ગુજરનાર નારણભાઇ રામભાઇ જલુ મોટર સાયકલમાં પાછળ બેસીને વેરવાથી શીરડી ગામ તરફ જતાં હતાં ત્યારે મોટર સાયકલ મોટર સાયકલ પરનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ સ્લીપ ખાય ગયેલ અને અકસ્માત કરતા નારણભાઇ રામભાઇ જલુનું અવસાન થયેલ અને ત્યાર બાદ ગુજરનારના વારસદારોએ જૂનાગઢની નામદાર કોર્ટમાં પોતાના વકીલ કે.એલ. સાંચેલા-એડવોકેટ-જુનાગઢવાળાને વકીલ તરીકે રોકીને વળતર અંગેનો કલેઇમ કેસ દાખલ કરેલ અને તે કેસમાં વિમા કાું.ની દ્વારા ગુજરનાર બેઠેલ તે વાહનની કોઇ બેદરકારી ન હતી અને ગુજરનાર નારણભાઇની ઉંમર ખૂબજ મોટી હતી અને ગુજરનારને વાહન અકસ્માતથી કોઇ ગંભીર પ્રકારની ઇજાઓ નોતી અને મોટર સાયકલ સ્લીપ ખાય જવાથી વાહન અકસ્માત ન કહેવાય જેવા અનેક પ્રકારના વાંધાઓ લેવામાં આવેલ. જયારે ગુજરનારના વારસદારોના એડવોકેટ કે.એલ. સાંચલાએ પોતાની રજુઆતો તેમજ દલીલો કરી કેસ ચલાવીને જુનાગઢની કોર્ટ ગુજરનાર નારણભાઇ રામભાઇ જલુના વારસદારોને રૂ.૭૧,પ૪,રર૯-૦૦/ પુરા વ્યાજ સાથે ચૂકવવા ફકત અને ફકત ૧૭ મહીનામાં મંજૂર કરવામાં આવેલ. જયારે ગુજરનાર નારણભાઇ રામભાઇ જલુના વકીલ તરીકે જુનાગઢના એડવોકેટ કે.એલ. સાંચેલા રોકાયા હતાં.

(1:01 pm IST)